મોરબી ડ્રગ્સ કેસમાં રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કર્યા ચોંકાવનારા ખુલાસા
પાકિસ્તાનથી ગુજરાતમાં ઘુસાડ્યો હતો ડ્રગ્સનો જથ્થો, આ ડ્રગ્સ સલાયા લવાયા બાદ મોરબી લાવવામાં આવ્યું
પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાનું ષડયંત્ર દુબઈની સોમાલિયા કેન્ટીનમાં ઘડાયું હતું
મોરબી ડ્રગ્સ કેસનો મુખ્ય સુત્રધાર પાકિસ્તાનનો ડ્રગ માફિયા ઝાહિદ બલોચ હોવાનું સામે આવ્યું
WatchGujarat. છેલ્લા કેટલાંક સમયથી રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી મામલે ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આજે ગુજરાત ATSની ટીમને મોટી સફળતા મળી છે. મહત્વનું છે કે આજે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામથી ગુજરાત ATSની ટીમએ દરોડા પાડીને મકાનમાંથી 120 કિલોનું હેરોઈન ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસ દ્વારા ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આજે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ મોરબી ડ્રગ્સકાંડ મામલે પ્રેસકોન્ફરન્સ કરીને ચોંકવનારા ખુલાસા કર્યા હતા.
પાકિસ્તાનથી કેવી રીતે ડ્રગ્સ આવ્યું તેનો ખુલાસો
DGP આશિષ ભાટિયાએ આ અંગે મીડિયાને વિગતો જણાવતા કહ્યું હતું કે, ગુજરાત પોલીસ દ્વારા આજે 120 કિલો હેરોઈન ઝડપી પાડ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત આશરે રૂ. 600 કરોડની છે. આ હેરોઈન ડ્રગ્સ ગત ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે લાવવામાં આવ્યું હતું. જ્યાંથી તેને દ્વારકામાં છુપાવ્યું હતું. જે બાદ આ ડ્રગ્સનો જથ્થો મોરબીના ઝીંઝુડા ગામના એક મકાનમાં છુપાવ્યું હતું. જ્યાંથી ગુજરાત પોલીસે મોટું ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોરબી ડ્રગ્સ કેસમાં સમસુદ્દીન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસૈન અને ગુલામ હુસૈનની અટકાયત કરવામાં આવી છે. જેમાં આરોપી સમસુદ્દીન સૈયદના ઝીંઝુડામાં નવા બની રહેલા મકાનમાં આ ડ્રગ્સનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. આ મામલે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે.
પાકિસ્તાને જેટલું ડ્રગ્સ મોકલ્યું તે બધુ જ ઝડપાઈ ગયું - DGP
આ મામલે DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ત્રણ આરોપીઓમાંથી ગુલાબા ભાગડ અને જબ્બાર હુસૈન ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવાનું કાવતરૂ UAEમાં ઘડવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ પહેલાં આફ્રિકા મોકલવાનું હતું બાદમાં ગુજરાતમાં મોકલવામાં આવ્યું છે. પાકિસ્તાનના ડ્રગ્સ સપ્લાયર ઝાહિદ બશિર બ્લોચ પાસે પાકિસ્તાન દરિયાઈ માર્ગે માલ મંગાવ્યો હતો. પાકિસ્તાની ડ્રગ માફિયા ઝાહિદ બલોચ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના 2019 ના 227 કિલો હેરોઇન ગુનામાં વોન્ટેડ છે. ફરાર આરોપી ઈસા રાવ અને મુખ્તાર હુસેન કાકા ભત્રીજા આરોપી મુખ્યત્યાર પાકિસ્તાન મરીન સિક્યોરિટીના હાથે અગાઉ ઝડપાઇ ચૂક્યો હતો. પરંતુ બોટ ખરાબ થવાનું બહાનું કરી અને છૂટી ગયો હતો. મોરબી ડ્રગ્સ કેસમાં ઝડપાયેલું હિરોઈનના જથ્થાની ડિલિવરી ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં મધદરિયેથી લીધી હતી. આરોપી ગુલામ હુસૈન અને જબ્બાર અવાર નવાર દુબઇ જતા હતા. જેથી પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યો હોવાની આશંકા છે.
કેવી રીતે થાય છે પાક.થી ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી
આ અંગે DGP આશિષ ભાટીયાએ જણાવ્યા મુજબ, મોટાભાગનું ડ્રગ્સ ભારતમાં લાઈને વિદેશ મોકવામાં આવે છે. જેથી આ માટે રાજ્યની તમામ એજન્સીઓ સક્રિય છે અન તમામ જથ્થો ઝડપાઈ ચુક્યો છે. કોઈ પણ ડ્રગ્સનો જથ્થો બહાર ગયો નથી. પાકિસ્તાનના સ્મગ્લરો ડ્રગ્સ લઈને આંતરરાષ્ટ્રીય સરહદ સુધી આવે છે. ત્યારબાદ આરોપીઓ પોતાની બોટ લઈ સરહદ સુધી જાય છે. અને માલની ડિલિવરી લઈ લે છે. આ રીતે ભારતની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો લાવવામાં આવ્યો હતો. જોકે દરિયાઈ માર્ગે આવેલું તમામ ડ્રગ્સ ગુજરાત પોલીસે ઝડપી પાડ્યું છે.
મહત્વનું છે કે આરોપી ગુલામ ભાગડ તાજેતરમા સલાયા ખાતે મહોર્રમ તાજિયા વખતે થયેલા રાયોટિંગના ગુનામાં પકડાયો હતો. મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડિયા પણ નામચીન દાણચોર હોવાથી વિદેશના કેટલાય કોર્ટેલ્સ સાથે સંપર્કમાં હતો. તેમજ 2020માં જ્યારે જબ્બારે તેની બોટ કરાચી પાકિસ્તાન ખાતે એન્જિન ખરાબીના કારણે ડોક કરેલી હતી. ત્યારે પાકિસ્તાન મેરિટાઈમ સિક્યુરીટી એજન્સી દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. તેની ત્રણ દિવસ સુધી ખુફિયા એજન્સી આઈ.એસ.આઈ તથા પાકિસ્તાન મેરિટાઈમ સિક્યુરિટી એજન્સી દ્વારા પુછપરછ કરવામાં આવી હતી.