• યુવરાજ સિંહની ધરપકડ પછી એક કાર્યક્રમમાં જીતુ વાઘાણીને તેને લઈને પત્રકારો દ્વારા સવાલના જવાબમાં તેમણે ‘કોણ યુવરાજ સિંહ’ એમ કહ્યું
  • જે બાદ શિક્ષણમંત્રીએ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની ટીકા કરનારાઓને ગુજરાત છોડી જ્યાં ગમે ત્યાં જતા રહેવાની સલાહ આપી
  • ગુરુવારે સવારથી #kon_jitu_vaghani હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું

WatchGujarat. ગુજરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ બુધવારે રાજકોટમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે જે દેશ કે રાજ્યમાં સારું લાગતું હોય તાં જતા રહેવું જોઈએ.’ તેમના આ નિવેદન પછી રાજકારણ ગરમાયું છે. તે પછી બુધવારે સવારથી ટ્વિટર પર જીતુ વાઘાણી ટ્રોલ થવા લાગ્યા હતા. ટ્વિટર પર #kon_jitu_vaghani હેશટેગ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. લોકો જીતુ વાઘાણીને ટ્રોલ કરી રહ્યા છે અને તેમના મીમ્સ બનાવીને શેર કરી રહ્યા છે. જેને પગલે ભાજપના આઈટી સેલમાં દોડધામ મચી ગઈ છે.

મીડિયા અહેવાલ અનુસાર, હકીકતમાં ગુજરાતની સરકારની ભરતીમાં થતા કૌભાંડો બહાર લાવવામાં આગળ પડતો ભાગ ભજવનારા યુવા નેતા યુવરાજ સિંહની ધરપકડ પછી રાજકોટના એક કાર્યક્રમમાં જીતુ વાઘાણીને તેને લઈને પત્રકારો દ્વારા સવાલ પૂછાયો હતો. જેના જવાબમાં તેમણે ‘કોણ યુવરાજ સિંહ’ એમ કહ્યું હતું. તે પછી તેમણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની ટીકા કરનારાઓને ગુજરાત છોડી જ્યાં ગમે ત્યાં જતા રહેવાની સલાહ આપી હતી. જેના પગલે રાજકારણ ગરમાઈ ગયું હતું અને ગુરુવારે સવારથી #kon_jitu_vaghani હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. એક જ દિવસમાં 350Kથી વધારે લોકોએ આ હેશટેગનો ઉપયોગ કરી રિએક્શન આપ્યું હતું. જેને પગલે ભાજપના આઈટી સેલ ડેમેજ કન્ટ્રોલ માટે દોડતું થઈ ગયું હતું.

બીજી તરફ દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને જીતુ વાઘાણીના નિવેદન પર પલટવાર કરતા કહ્યું હતું કે, ‘ગઈકાલે ગુજરાતના શિક્ષણ મંત્રીએ ગુજરાતની જનતાને ધમકી આપી હતી કે ‘જેને સારું શિક્ષણ જોઈતું હોય તેણે દિલ્હી જવું જોઈએ.’ ભાજપ 27 વર્ષથી સારું શિક્ષણ આપી શક્યો નથી. લોકોએ ગુજરાત છોડવાની જરૂર નથી. ગુજરાતમાં ‘આપ’ સરકાર લાવો અને ગુજરાતમાં જ દિલ્હી જેવું અદૂત શિક્ષણ મેળવો.’

ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદિયાએ થોડા દિવસ પહેલા જીતુ વાઘાણીને શિક્ષણ વ્યવસ્થા પર ચર્ચા કરવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો. જેને વાઘાણીએ એમ કહીને ફગાવી દીધો હતો કે ગુજરાત અને દિલ્હીની સરખામણી થઈ શકે નહીં.

Facebook Comments Box

Videos

Our Partners