• રાજ્યમાં વીજળીની માંગમાં ધરખમ વધારો થયો છે, 9મી ઓગસ્ટે વીજ માંગ 19019 મેગાવોટના સ્તરે પહોંચી
  • રાજ્યમાં વરસાદ ખેંચાતા વીજ માંગમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો, 10 ઓગસ્ટે વીજ માંગ 18 હજાર 758 મેગાવોટ રહી
  • ખેડૂતોએ બોર અને કૂવામાંથી વીજળીને સહારે પાણી કાઢીને ઉભો પાક બચાવવા સિંચાઈ કરવી પડી રહી છે
  • વીજળીની જરૂરિયાત સંતોષવા માટે ખાનગી એકમો તથા પાવર એક્સચેન્જમાંથી વીજળી ખરીદાઈ રહી છે.

WatchGujarat. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યાં છે. જોકે ચોમાસાના બે રાઉન્ડ છતાં રાજ્યમાં વરસાદની ઘટ સર્જાઈ છે. ત્યારે ખેડૂતોના પાકને પણ નુકશાન થઈ શકે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. આવા સંજોગોમાં રાજ્યમાં વીજ માંગમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 9મી ઓગસ્ટે વીજ માંગ 19019 મેગાવોટ પર પહોંચી હતી. મહત્વનું છે કે આ અત્યાર સુધીની સૌથી વધુ વીજ ખપત છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર  ખેડૂતોએ પોતાનો ઉભો પાક બચાવવા માટે બોર અને કૂવામાંથી વીજળીના સહારે પાણી કાઢ્યું હતું. જેનો ઉપયોગ પાક બચાવવા માટે સિંચાઈમાં કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યના 80 ડેમમાં માંડ 20 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે. જ્યારે 4 ડેમના તળિયાઝાટક છે. આ સ્થિતિમાં ખેડૂતોએ વાવેલો ઉભો પાક સડી જવા અથવા તો સુકાઈ જવાની દહેશત ઉભી થઈ છે. જેના કારણે ખેડૂતોને પાણી મેળવવા માટે હવે બોર અને કૂવાનો સહારો લીધો છે. જેના કારણે રાજ્યમાં વીજ માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. તમને જણાવી દઈએ કે ગત 9મી ઓગસ્ટે વીજળીની માંગ 19019 મેગાવોટ પર પહોંચી હતી. જ્યારે 10મી ઓગસ્ટે મહત્તમ વીજમાંગ 18 હજાર 758 મેગાવોટ રહી હતી. ઉલ્લેખનીય છે કે રહેણાંક વિસ્તારોમાં પણ ગરમીના કારણે વીજ માંગ વધી છે.

મહત્વનું છે કે કોરોના મહામારીની બીજી લહેર બાદ 2021માં ધીરેધીરે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. પરંતુ આ સાથે વીજળીની નવી રેકોર્ડબ્રેક ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ઓફિસો, દુકાનો, મોલ અને રેસ્ટોરન્ટ નવી અનલોક પ્રક્રિયામાં ફરીવાર શરૂ થઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સારા વરસાદના ભાવે વાતાવરણમાં બફારો અને ઉકળાટ પણ વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી ગયું હોવાથી રહણાંક અને વાણિજ્ય વપરાશ માટેની વીજળીની માંગ પણ ધરખમ રીતે વધી છે. ત્યારે ખેડૂતોને પણ વીજળી પર આધાર રાખવો પડ્યો છે. આ કારણોસર રાજ્યમાં વીજળીની માંગ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

જરૂરિયાત સંતોષવા માટે ખાગની એકમો પાસેથી વીજળી ખરીદાઈ

આ અંગે મળતી માહિતી મુજબ રાજ્યમાં 6471 મેગાવોટની સ્થાપિત ક્ષમતાવાળા પવન ઉર્જાના એકમોમાંથી 893 મેગાવોટ વીજળી મેળવાઈ રહી છે. જ્યારે 3703 મેગાવોટની સ્થાપિત ક્ષમતાવાળા સોલાર ઉર્જાના એકમોમાંથી 579 મેગાવોટ વીજળી મેળવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સરકારી 6902 મેગાવોટની ક્ષમતાવાળા એકમોમાંથી માંડ 2468 મેગાવોટ વીજળી મળી રહી છે. જેથી બાકીની 15 હજાર મેગાવોટ વીજળીની જરૂરિયાત સંતોષવા માટે ખાનગી એકમો તથા પાવર એક્સચેન્જમાંથી વીજળી ખરીદવાનો વારો આવ્યો છે. એવા સમયે વીજ માંગમાં વધારો થતાં વિજ પૂરવઠો ખોરવાઈ રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud