તહેવારો ટાણે લોભામણી જાહેરાતથી ચેતજો,નહીંતર પડશે ભારે
માત્ર એક લિંક શેર કરવાથી તમને થઇ શકે છે નુકસાન
સ્માર્ટ ફોન વાપરતા તમામ લોકોએ સ્માર્ટ ફોનનો ઉપયોગ ક્યા અને કેવી રીતે કરવો તે ખાસ જરૂરી
WatchGujarat. આજ-કાલ ઓનલાઇન તમને હજારો ઓફર અને લોભામણી જાહેરાતો આવતી હશે. એટલું જ નહીં તમે આ એક મેસેઝ 20 ગ્રુપમાં શેર કરશો તો તમને ખાસ ગીફ્ટ મળશે, આવા પણ અનેક પ્રકારનાં મેસેઝ તમે જોયા હશે. અથવા તો કોઇને કોઇ કંઇ પણ રીતે શિકાર પણ બન્યું હશે. કારણ કે દિવાળીનાં તહેવારને લઇને હજારો એપ પર તમને ભારે ભરખમ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.અને આપણે હજારોની ખરીદી પણ કરીએ છે.
પરંતુ આ બધી જ ઓફરો સાચી છે કે લોભામણી છે તે જાણવું ખુબ જ જરૂરી છે. આ ઓફરો સરકારી પણ હોય શકે છે અને ખાનગી પણ હોય શકે છે. હાલમાં જ એક લિંક સોશ્યિલ મિડીયામાં ફરતી થઇ છે. જેમાં પ્રધાનમંત્રી રામબાણ યોજના હેઠળ તમારા ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર થઇ જશે.
[caption id="attachment_557947" align="aligncenter" width="640"] Cyber Expert Mayur Bhusavalkar[/caption]
જો તમારા મોબાઇલમાં પણ આ લિંક આવે તો શેર કરતા પહેલા અને રજિસ્ટ્રેશન કરતા પહેલા વિચારજો..કારણ કે આ પ્રકારની સરકારી કોઇ યોજના છે જ નહીં..દેશમાં 100 કરોડ કોરોના વેક્સીનનાં ડોઝ પૂરા થવા નિમિત્તે આ ફેક લિંક શેર કરવામાં આવી છે. જે અંતર્ગત તમારી ખાનગી માહિતી લિક થઇ શકે છે. માટે આ પ્રકારની લિંક શેર કરતા પહેલા અથવા તો રજિસ્ટ્રેશન કરતાં પહેલા માહિતી ખાતામાંથી જાણકારી મેળવી ખાસ જરૂરી બને છે.
આ પ્રકારની લોભામણી જાહેરાતોથી બચવા માટે શું કરવું જોઇએ ? આ અંગે WatchGujarat.com ની ટીમે સાયબર એક્સપર્ટ અને ફેક્ટ ચેકર મયુર ભુસાવળકર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે આવા પ્રકારનાં મેસેઝ શેર કરવાથી ભારે નુકસાન થઇ શકે છે. આવી કોઇ પણ માહિતી તમારા મોબાઇલમાં આવે છે તો તેના વિશે પૂરતી માહિતી મેળવવી ખાસ જરૂરી છે.
મયુર ભુસાવળકરના જણાવ્યા પ્રમાણે આવાં પ્રકારની લિંક શેર કરવાથી અનેક પ્રકારના થઇ શકે છે, જેના ઉદાહરણો નીચે મુજબ છે.
તમારો ડેટા લિક થઇ શકે છે,જેનો દુરઉપયોગ થવાની શક્યતા છે.
બેન્ક ડિટેલ આપી હોવાથી તમારું અકાઉન્ટ ખાલી થઇ શકે છે.
તમારું બેન્ક અકાઉન્ટ પણ હેક થઇ શકે છે.
તમારા કોઇ પણ આઇ-ડી પ્રુફનો દુરઉપયોગ થઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવી હજારો લિંક સોશ્યિલ મિડીયામાં ફરતી હોય છે.એવામાં સરકારી યોજનાનો લાભ જોઇને લોકો લલચાઇ જતા હોય છે. ત્યારે કોઇ પણ ઓફરનો લાભ લેતા પહેલા તેની પૂરતી ચકાસણી કરવી ખાસ જરૂરી છે. નહીંતર આ ઓફર ક્યારે આફત બની જાય એ ખબર પડતી નથી.