યુવતીને બે પુરુષ પેસેન્જર વચ્ચે બેસાડી અપશબ્દો બોલી છેડછાડ કરી હતી
યુવતીએ રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચાલક વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધાયો
પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી કોરોનાની તજવીજ હાથ ધરી
વડોદરા. કારેલીબાગ વિસ્તારમાં રિક્ષા ચાલકે જબરજસ્તી યુવતીને મરજી વિરુદ્ધ બે પુરુષ પેસેન્જર વચ્ચે બેસાડી યુવતીને અપશબ્દો બોલી છેડછાડ કરવાનો બનાવ સામે આવ્યો છે.યુવતીએ રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રીક્ષા ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના કારેલીબાગ વિસ્તારના જલારામનગરમાં રહેતી 23 વર્ષીય યુવતી રાજમહેલ રોડ પર આવેલ એસેસરીઝની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરૂવારના રોજ બપોરે 5.15 વાગ્યે તે નોકરી પરથી પરત ઘરે જઈ રહી હતી. એલએનટી સર્કલ જવા માટે યુવતી ગાંધીનગર ગૃહ પાસે રિક્ષાની રાહ જોતી હતી. દરમિયાન લાલકોર્ટ તરફતી એક રીક્ષા આવી હતી. અને રિક્ષાચાલકે આજુબાજુ પુરુષને બેસાડી યુવતીને તું વચ્ચે જ બેસ કહી રિક્ષા આગળ ચલાવી હતી. જેથી યુવતીએ રિક્ષાને ઉભી રાખી ઉતરવા માટે રિક્ષાચાલકને જણાવ્યું હતું. પરંતુ ચાલકે રિક્ષા ઊભી રાખી ન હતી. અને અપશબ્દો બોલી ચૂપચાપ બેસી રહેવાનું જણાવ્યું હતું.
રિક્ષા ચાલકનો વ્યવહાર જોઇ યુવતીની આજુબાજુમાં બેસેલા પેસેન્જરોએ વાંધો ઉઠાવતા તેમને પણ ગણકાર્યા ન હતા. દરમિયાન રિક્ષા કારેલીબાગ પોલીસ સ્ટેશન નજીકથી પસાર થતા પોલીસને જોઇ યુવતીએ રીક્ષા ઉભી રાખવા જણાવ્યું હતું અને જો નહી ઉભી રાખે તો બૂમ પાડીશ અને પોલીસને બોલાવીશ તેમ કહેતા ઉશ્કેરાયેલા રિક્ષાચાલકે યુવતીનો હાથ પકડી ધક્કો મારી બેસી રહે તેમ જણાવ્યું હતું. અને કારેલીબાગ પોલીસ સ્ટેશનની આગળ જઇ રિક્ષાને ઉભી રાખી રિક્ષા ચાલકે યુવતીને ગાળો ભાંડી ઉતારી દીધી હતી. ગભરાયેલી યુવતીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને અન્ય રિક્ષામાં બેસી ઘરે જવા નીકળી હતી. તે દરમિયાન છેડતી કરેલ રિક્ષાચાલકે ફરી યુવતી જે રીક્ષામાં બેસી હતી તે રિક્ષાનો પીછો કર્યો હતો. જેથી યુવતીએ રીક્ષાનો ફોટો પાડી લઈ તેના ભાઈને જાણ કરી હતી.
ત્યારબાદ શુક્રવારે યુવતી ભાઈ સાથે રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં યુવતીએ પોતાની આપ વીતી પોલીસને જણાવી રીક્ષાનો ફોટો આપ્યો હતો. ફોટાના આધારે પોલીસે રિક્ષા ચાલક ગુલામ મયુદ્દીન સુલેમાનભાઈ ચાગીવાલા વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગણતરીના કલાકોમાં પોલીસે રિક્ષા ચાલક ગુલામ મયુદ્દીન સુલેમાનભાઈ ચાગીવાલાની ધરપકડ કરી કોરોનાની તજવીજ હાથ ધરી છે.
- યુવતીને બે પુરુષ પેસેન્જર વચ્ચે બેસાડી અપશબ્દો બોલી છેડછાડ કરી હતી
- યુવતીએ રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચાલક વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધાયો
- પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી કોરોનાની તજવીજ હાથ ધરી