• કોરોના વધતાં ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરાયું
  • ચીફ જસ્ટિસનો મહત્વનો નિર્ણય, સોમવારથી હવે વર્ચ્યુઅલ સુનાવણી થશે
  • આગામી બે દિવસ સુધી હાઈકોર્ટ પરિસરનું સેનિટાઈઝેશન કરવામાં આવશે
  • આ પહેલા 17 મહિના સુધી હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલ્યું હતું

WatchGujarat. રાજ્યમાં રોકેટ ગતિએ વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સરકાર દ્વારા એક બાદ એક કાર્યક્રમો રદ્દ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં સોમવારથી ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે સોમવારથી હવે હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી થશે.

સોમવારથી હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી થશે

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણે ધ્યાને રાખીને ચીફ જસ્ટિસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે હાલમાં હાઈકોર્ટની એસઓપીને ધ્યાને લેતા ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશન દ્વારા વર્ચ્યુઅલ સુનાવણી કરવા ચીફ જસ્ટિસને રજૂઆત કરાઈ હતી. જેમાં કોરોના કેસને લઈ કોર્ટની કાર્યવાહી આગામી ત્રણ અઠવાડીયા સુધી વર્ચ્યુઅલ કરવા રજૂઆત થઈ હતી. જેને ધ્યાને રાખીને હવે હાઈકોર્ટની સુનાવણી આગામી સોમવારથી વર્ચ્યુઅલ મોડમાં કરવામાં આવશે.

કોરોના મહામારીની સ્થિતિ બેકાબૂ થતા લેવાયો નિર્ણય

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે આ અગાઉ પણ 17 મહિના સુધી ગુજરાત હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલ્યું હતું. ત્યાર બાદ 17 ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ફરી કોરોનાની સ્થિતિ વકરતા હાઈકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 2 દિવસ પહેલા પણ ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશ માટે ગેટ નંબર 5 જ ચાલુ રાખવામાં આવ્યો હતો અને અન્ય તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. માત્ર વકીલોને જ કોર્ટમાં એન્ટ્રી આપવામાં આવી રહી હતી. સાથે કોર્ટની કેન્ટીન પણ બંધ છે. ત્યારે આ નિર્ણય બાદ આગામી બે દિવસ સુધઈ હાઈકોર્ટ પરિસરનું સેનિટાઈઝેશન કરવામાં આવશે. વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઈલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમ્યાન જાહેર થશે.

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ગઈકાલે ગુજરાતમાં કોરોનાના નવા 4213 કેસ નોંધાયા છે. જેથી એક્ટિવ કેસનો આંક વધીને 14,346 થયો છે. જેની સામે એક દિવસમાં સાજા થનાર દર્દીમાં 264 ટકા નો વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોના બેકાબૂ થતાં આરોગ્ય વિભાગે આરોગ્ય કર્મીઓની રજાઓ રદ્દ કરી દીધી છે અને કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ આપી દેવાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud