• રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેક્ટરની ઉપસ્થિતિમાં વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે
  • રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ-15મી ઓગસ્ટ-2021ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઠ ખાતે કરવામાં આવશે
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહેશે, જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે ધ્વજવંદન કરશે
  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે ઉપસ્થિત રહેશે

WatchGujarat. થોડા દિવસોમાં આવનાર સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટ-2021ની ઉજવણીને લઈને ગુજરાત રાજ્યનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 15મી ઓગસ્ટની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ વર્ષે ગુજરાત રાજ્ય કક્ષાનો ધ્વજવંદન સમારોહ જૂનાગઢ ખાતે યોજાવવાનો છે. જેમાં માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહેશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ જિલ્લા ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ અંગે મળતી વિગતો અનુસાર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ધ્વજવંદન સમારોહ વલસાડ ખાતે યોજાશે. આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના સભ્યો તથા કલેક્ટરની ઉપસ્થિતિમાં વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન સમારોહ યોજાશે. તમને જણાવી દઈએ કે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા વડોદરા જિલ્લાના ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે કેટલાંક જિલ્લામાં રાજ્યના કેબિનેટ મંત્રીઓ હાજર રહેશે, જ્યારે કેટલાંક જિલ્લાઓમાં રાજ્યના મંત્રીઓના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ ઉપસ્થિત રહેનાર મંત્રીઓના નામ અને જિલ્લો

કેબિનેટ મંત્રીઓ                             જિલ્લાનું નામ

આર. સી. ફળદુ                             કચ્છ

કૌશિકભાઈ પટેલ                         સાબરકાંઠા

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા                     સુરત

સૌરભભાઈ પટેલ                          રાજકોટ

ગણપતસિંહ વસાવા                     દાહોદ

દિલીપકુમાર ઠાકોર                       ભરૂચ

જયેશભાઈ રાદડીયા                     ભાવનગર

ઈશ્વરભાઈ પરમાર                         ગાંધીનગર

જવાહર ચાવડા                             જામનગર

કુંવરજીભાઈ બાવળીયા                મહેસાણા

પ્રાપ્ત વિગતો અનસાર ભરૂચ અને ગાંધીનગર સહિતના 10 જિલ્લાઓમાં કેબિનેટ મંત્રીઓની હાજરીમાં 15મી ઓગસ્ટનો કાર્યક્રમ યોજાશે. તેમને જણાવી દઈએ કે આ વર્ષે વડોદરા અને અમદાવાદ સહિત 10 જિલ્લાઓમાં રાજ્યમંત્રી મંડળના સભ્યો દ્વારા ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવશે. જેની વિગતો નિચે મુજબ છે.

પ્રદિપસિંહ જાડેજા               વડોદરા

બચુભાઈ ખાબડ                  ખેડા

જયદ્રથસિંહજી પરમાર         સુરેન્દ્રનગર

ઈશ્વરસિંહ પટેલ                   અમરેલી

વાસણભાઈ આહિર             બનાસકાંઠા

વિભાવરીબેન દવે                 અમદાવાદ

રમણલાલ પાટકર                નવસારી

કિશોરભાઈ કાનાણી            છોટાઉદેપુર

યોગશભાઈ પટેલ                 આણંદ

ધર્મેન્દ્રસિંહ જાડેજા                મોરબી

ઉલ્લેખનીય છે કે આ ઉપરાંતના જિલ્લાઓ જેવા કે ડાંગ, પાટણ, પોરબાંદર, નર્મદા, તાપી, બોટાદ, દેવભૂમિદ્વારકા, ગિરસોમનાથ, અરવલ્લી અને મહિસાગર ખાતે ધ્વજવંદન સમારોહ યોજાનાર છે. જેમાં જેતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેક્ટરના હસ્તે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજ વંદન કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud