અમદાવાદના અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં આ મામલે પતિ સહીત સાસુ સસરા વિરૂધ ફરીયાદ નોંધાઇ છે.
લગ્નના થોડા સમય સુધી વહુને સારી રીતે રાખ્યાં બાદ પીયરમાં રૂ. બે લાખ લઇ આવવા પરિણીતા પર દબાણ કરવામાં આવતુ
પુત્રનો જન્મ થયો છતાં પરિણીતાને સાસરીયા તેળવા પણ ન આવ્યાં
અમદાવાદ. વર્ષ 2018માં લગ્ન થયાના થોડા દિવસો સુધી પતિ, સાસુ અને સસરા પરિણીતા સાથે ખુબ સારો વ્યવહાર રાખતા હતા. દરમિયાન તેણીને પીયરમાંથી રૂ. 2 લાખ લાવવાની સાસરીયાઓએ વાત કરી અચાનક ઝગડા કરવાનુ શરૂ કર્યું હતુ. જોકે પરિણીતાને લગ્નના 9માં દિવસે પેટમાં દુખાવો ઉપડ્યો અને હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા તે પ્રેગનેન્ટ હોવાનુ જાણ પતિ સહિત સાસરીયા વહેમાતા તેણીને તરછોડી દેતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
અમદાવાદ જિલ્લાના ધોળકા વાસણા ખાતે રહેતા મહેશ (નામ બદલ્યુ છે) સાથે વર્ષ 2018માં કોમ્યૂટર એન્જિનિયર યુવતિ ખુશી (નામ બદલ્યુ છે) સાથે તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ ખુશી તેના પતિ અને સાસુ, સસરા સાથે રહેવા લાગી હતી. લગ્નના થોડા દિવસ સુધી ખુશીને તેનો પતિ અને સાસુ, સસરા ખુબ જ સારી રીતે રાખતા હતા. દરમિયાન સાસુ સસરાએ ખુશીને પીયરમાંથી રૂપિયા બે લાખ લઇને આવવા માટે જણાવ્યું હતુ.
તેવામાં લગ્નના 9માં દિવસે ખુશીને પેટમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો. જેથી તેણીએ પતિ મહેશને વાત કરતા વડસાસુના ઘરે લઇ આવ્યો હતો. જેથી તેના વડસાસુએ બોપાલ સ્થિત ક્રિષ્ણા મેટરનીટી હોસ્પિટલમાં એપોઇન્મેન્ટ લઇ ચેક કરાવ્યું હતુ. જ્યાં ડોકટર દ્વારા ચેકઅપ કરાતા ખુશી પ્રેગનેન્ટ હોવાનુ જણાવ્યું હતુ. આ સાંભળી મહેશે વહેમ રાખી પત્ની ખુશી સાથે ઝગડો કરવાનુ શરૂ કરી દીધુ હતુ. ખુશી પ્રેગનેન્ટ હોવાનુ જાણ તેના સાસુ સસરાને થતા તેમણે પણ વહેમ રાખી બોલાચાલી કરી હતી. ત્યારબાદ વારંવાર સાસરીયાઓ ખુશી સાથે ઝગડો કરતો હોવાથી મહેશ તેણીને વડસાસુને ઘરે રહેવા માટે લઇ આવ્યો હતો. જ્યાં આવી તેના સાસુ સસરા મહેશને છુટ્ટાછેડા લેવા માટે દબાણ કરતા હતા. ત્યારબાદ ખુશી મહેશ સાતે તેના પીયરમાં પિતાના ઘરે રહેવા માટે લઇ આવી હતી. ચાર મહિના સુધી પિતાના ઘરે રોકાયા બાદ પતિ પત્નીએ ભાડે મકાન રાખી રહેવાનુ શરૂ કર્યું હતુ. પરંતુ મહેશ તેની પત્ની સાથે રહે તે સાસુ સસારાને મંજૂર ન હતુ. જેથી વારંવાર તેઓ ઘરે આવીને ચઢામણી કરતા હતા. આખરે મહેશ ગર્ભવતિ પત્નીને પ્રેગનન્સીની હાલતમાં એકલી મૂકીને જતો રહ્યો હતો.
તેવામાં ખુશીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. તેમ છતાં મહેશ કે તેના માતા-પિતા ખુશીને જોવા કે તેડવા માટે આવ્યાં ન હતા. આમ સાસુ-સસરા અને પતિના વહેમિલા સ્વભાવ, દહેજની માંગણી અને ત્રાસથી કંટાળી ખુશીએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પતિ, સાસપ અને સાસરીયાઓ સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.