લૂંટારૂઓએ સ્ટીકથી કેશિયરના માથાના ભાગે હુમલો કરતા બાઇક પરથી નિચે પટકાયો હતો.
પેટ્રોલ પમ્પની આવકના 8 લાખ રૂપિયા સ્કૂલ બેગમાં ભરી બેંકમાં જમા કરાવવા કેશિયર નીકળ્યો હતો
ધોળે દિવસે દિલધડક લૂંટ થતા લૂંટારૂઓનું પગેરૂ શોધવા પોલીસની દોડધામ
નર્મદા. ડેડીયાપાડાના ચિકદા ગામમાં પેટ્રોલ પંપના કેશિયરનો બે કિ.મી. સુધી બે લૂંટારૂઓએ પીછો કર્યો હતો અને કેશિયર પર હુમલો કરીને બંને લૂંટારૂ 8 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ ડેડિયાપાડા પોલીસને થતા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નર્મદા જિલ્લાના ડેડિયાપડાના ચીકદા ગામમાં આવેલા પેટ્રોલ પંપ પર કેશિયર તરીકે ફરજ બજાવતા અમરસિંગ વસાવા આજરોજ બપોરે પેટ્રોલ પમ્પની આવકના 8 લાખ રૂપિયા સ્કૂલ બેગમાં ભરીને ઉમરપાડા બેંકમાં જમા કરાવવા નીકળ્યા હતા. ત્યારે બાઇક પર બે લૂંટારૂઓએ તેમનો 2 કિ.મી. સુધી પીછો કર્યો હતો અને કેશિયરને રોકીને તેના પર સ્ટીક વડે જીવલેણ હુમલો કર્યો હતો. અને તેની પાસે રહેલી બેગમાં મૂકેલા 8 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા.
જોત જોતામાં ભરબપોરે ડેડીયાપડાના રોડ ઉપર ચકચારી બનાવ બનતા લોકોના ટોળા ભેગા થયા હતા.તેમજ પોલીસ બેડામાં દોડધામ જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ ડેડીયાપાડા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કેશિયરને ડેડિયાપાડા આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે લૂંટારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની લૂંટારૂઓનું પગેરૂ શોધવા તપાસ શરૂ કરી હતી.
- લૂંટારૂઓએ સ્ટીકથી કેશિયરના માથાના ભાગે હુમલો કરતા બાઇક પરથી નિચે પટકાયો હતો.
- પેટ્રોલ પમ્પની આવકના 8 લાખ રૂપિયા સ્કૂલ બેગમાં ભરી બેંકમાં જમા કરાવવા કેશિયર નીકળ્યો હતો
- ધોળે દિવસે દિલધડક લૂંટ થતા લૂંટારૂઓનું પગેરૂ શોધવા પોલીસની દોડધામ