18 વર્ષનો યુવાન વિદિત પ્રફુલભાઈ સુદાની કાર લઈને પોતાના મિત્ર સાથે નિકળ્યો હતો.
અકસ્માતને પગલે કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
રાજકોટ ટ્રાફિક નિયમો કડક થવા છતાં શહેરભરમાં અકસ્માતોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. ત્યારે આજે બપોરના સમયે શહેરનાં કિસાનપરા ચોક નજીક એક દિલધડક અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ ઝડપે આવતી એક કારનાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તેની કાર આંખના પલકારામાં ફૂટપાથ ઉપર ચડીને પલ્ટી ગઈ હતી. અને કારનો બુકડો બોલી ગયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
https://youtu.be/BerqcB7lAjs
જાણવા મળતી વિગતો મુજબ શહેરમાં રહેતો 18 વર્ષનો યુવાન વિદિત પ્રફુલભાઈ સુદાની કાર લઈને પોતાના મિત્ર સાથે નિકળ્યો હતો. દરમિયાન કિસાનપરા નજીક કોઈપણ કારણોસર અચાનક વિદિતે સ્ટિયરિંગ પરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો. જેને પગલે પૂરપાટ ઝડપે દોડતી કાર ફૂટપાથ પર ચડીને પલ્ટી ગઈ હતી. દ્રશ્યો જોઈને આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરાતા ઘટનાસ્થળે પહોંચી હતી.
અકસ્માતને પગલે કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. જોકે બપોરનો સમય હોવાથી વાહનોની અવર જવાર ઓછી હોય કોઈ અન્ય વાહન કે રાહદારી આ કારની હડફેટે આવ્યો નહોતો. અને કારમાં સવાર બંને યુવકોનો પણ આબાદ બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ તો પોલીસે ચાલક પાસે લાયસન્સ હતું કે કેમ ? સહિતનાં મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
- 18 વર્ષનો યુવાન વિદિત પ્રફુલભાઈ સુદાની કાર લઈને પોતાના મિત્ર સાથે નિકળ્યો હતો.
- અકસ્માતને પગલે કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.
- સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.