મુંબઈની ઇવેન્ટ મેનેજમેન્ટ સંસ્થા ‘તિહાઈ – ધ મ્યુઝીક પીપલ’ દ્વારા કચ્છના સફેદ રણમાં ખાનગી એવોર્ડ સમારોહ યોજાયો હતો.
એવોર્ડ સમારોહના મેઇન સ્પોન્સર ગુજરાત સરકારનો ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને કો-સ્પોન્સર ટેન્ટસિટી ફેઈમ લલ્લુજી એન્ડ સન્સ હતાં.
3 કેટેગરીમાં નોમિનેટ થયેલાં કંડોલિયા ફિલ્મ્સના પ્રોડ્યુસર હર્ષદ કંડોલીયાને જાણ ના કરાઈ કે આમંત્રિત પણ ના કરાયા.
કોરોના કાળમાં જરૂરીયાતમંદ કલાકારોને સહાય કરવાના નામે ખિસ્સા ભરવામાં આવ્યા હોવાની ચર્ચા ઉઠી હતી.
WatchGujarat. તાજેતરમાં સરકારીના ખર્ચે સફેદ રણમાં ખાનગી ફિલ્મ એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં ડોનેશન આપી શકે તેવાં અને જાણીતી ફિલ્મી હસ્તીઓને એવોર્ડ આપી કુલડીમાં ગોળ ભાંગી નાંખવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તેમજ એવોર્ડ માટે નોમિનેટ કરાયેલા મેકર્સને જાણ કરવાની કે આમંત્રિત કરવાની તસ્દી સુદ્ધા નહીં લેવાતાં વિવાદ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાને પગલે લદાયેલા લોકડાઉનના સમયમાં જરૂરીયાતમંદ કલાકારોને મદદ કરવા માટે ઘણાં ‘સેવાભાવીઓ’ દાન એકઠું કરવા નિકળી પડ્યાં હતાં. જે પૈકીના ઘણાંએ દાનની રકમમાંથી પોતાના ખિસ્સા ભરી લીધા હોવાની ચર્ચા કલાજગતમાં જે તે સમયે ઉઠવા પામી હતી.
એક તરફ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ગર્વ કરી શકે એવી ‘રેવા’ ‘હેલ્લોરો’ ફિલ્મો બનાવવામાં મેકર્સ પરસેવો પાડી રહ્યાં છે. ત્યારે બીજી તરફ, કલા કે કલાકારોના નામે રોકડીયો લાભ ખાટનારા તત્વો પણ ફાટી નિકળ્યાં છે. એવી જ એક ઘટના તાજેતરમાં કચ્છના સફેદ રણમાં આયોજીત એવોર્ડ સમારોહમાં ઘટવા પામી હતી.
મુંબઈની ઇવેન્ટ મેનેજમેન્ટ સંસ્થા ‘તિહાઈ – ધ મ્યુઝીક પીપલ’ના ડિરેક્ટર અભિલાષ ઘોડાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ FILM EXCELLENCE AWARDS GUJARTનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેઇન સ્પોન્સર ગુજરાત સરકારનો ટુરિઝમ ડિપાર્ટમેન્ટ હતો. જ્યારે યુપીમાં ભ્રષ્ટાચારના આક્ષેપનો ભોગ બનેલા વિવાદીત એવાં ટેન્ટસિટી ફેઈમ લલ્લુજી એન્ડ સન્સને કો-સ્પોન્સર રાખવામાં આવ્યા હતાં.
એવોર્ડ સમારોહ માટે ‘તિહાઈ – ધ મ્યુઝીક પીપલ’ દ્વારા વિવિધ 28 કેટેગરી માટે કલાકારો – મેકર્સનું નોમિનેશન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, નોમિનેશન પ્રાપ્ત કરનાર તમામને જાણ કરવાની તસ્દી લેવામાં આવી નહોતી. કંડોલીયા ફિલ્મ્સનાં નેજા હેઠળ બનેલી ફિલ્મોને 3 કેટેગરીમાં નોમિનેશન આપવામાં આવ્યું હતું. પરંતુ, કંડોલીયા ફિલ્મ્સનાં પ્રોડ્યુસર હર્ષદ કંડોલીયાને આ વાતની જાણકારી ‘તિહાઈ – ધ મ્યુઝીક પીપલ’ તરફથી નહીં પણ સોશિયલ મિડીયા થકી પ્રાપ્ત થઈ હતી.
3 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હોવાની સોશિયલ મિડીયા પર જાણ થતાં હર્ષદ કંડોલીયાએ ‘તિહાઈ – ધ મ્યુઝીક પીપલ’ના ડિરેક્ટર અભિલાષ ઘોડાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, અભિલાષ ઘોડા દ્વારા કોઈ જ પ્રત્યુત્તર આપવાની તસ્દી લેવામાં આવી નહોતી.
ફિલ્મ જગત સાથે સંકળાયેલા લોકોમાં ચાલતી ચર્ચા અનુસાર, એવોર્ડ સમારોહમાં ડોનેશન આપી શકે તેવા લોકોને બોલાવવામાં આવ્યા હતાં. તેમજ કાર્યક્રમનો ભપકો વધે તે માટે જાણીતી ફિલ્મી હસ્તીઓને બોલાવીને સન્માનિત કરવામાં આવી હતી. ‘તિહાઈ – ધ મ્યુઝીક પીપલ’ દ્વારા ત્રણ દિવસ અને બે રાત્રિ યોજાયેલા કાર્યક્રમમાં સરકારી ખર્ચે ફિલ્મના કલાકારો – મેકર્સને સન્માનિત કરવાના નામે સ્વાર્થના સફેદ ઘોડા દોડાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
ન્યૂઝ સોર્સ - કચ્છના સફેદ રણમાં યોજાઈ ગુજરાતી ફિલ્મ એવોર્ડની મોટી 'ફીલમ', જાણો શા માટે થયો છે વિવાદ... (meranews.com)