• બાળકોમાં કિડની ફેલ્યોરનું પ્રમાણ વધ્યું,2021માં 38 ટ્રાન્સપ્લાન્ટ
  • ગુજરાતમાં બાળકોમાં કિડીની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગ લિસ્ટ વધી 80 ઉપર પહોંચ્યું
  • કોરોનાકાળમાં વર્ષ 2020માં 28 બાળકો પર કિડની પ્રત્યારોપણ કરાયું

WatchGujarat.રાજ્યમાં બાળકો માટે એક ચિંતાનાં સમાચાર છે. ધીમે ધીમે કિડની ફેલ્યોરનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તબીબોનું કહેવું છે. સિવિલ મેડિસિટીમાં આવેલી કિડની હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોતાં બાળકોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ગુજરાતભરનાં 30 રજિસ્ટર થયેલા અને રજિસ્ટર નથી થયા તેવા આશરે 50 જેટલા એટલે કે 80 જેટલા બાળકો અંગદાન માટે રાહ જોઇ રહ્યા છે. ગુજરાતમાં ધીમે ધીમે અંગદાન માટે જાગૃતિ લાવવા પ્રયાસો થઇ રહ્યા છે. જો અંગદાન મામલે હજુ જાગૃતિ આવે તો વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો થઇ શકે છે.

મળતી માહિતી મુજબ તબીબોનું કહેવું છે કે જે તે બાળ દર્દીના પરિવારમાંથી કિડની દાતા ન મળે કે પછી કિડની મેચ ના થાય તો તેવા કિસ્સામાં અંગદાનથી કિડની મેળવવી પડે છે. જેના માટે લાંબી રાહ જોવાનો વારો આવે છે. જે તે દર્દી બ્રેઇન ડેડ જાહેર થાય તેના જીવવાની શક્યતા ન હોય ત્યારે એ દર્દીના સગાને અંગદાન માટે સમજાવવામાં આવે છે. જેથી બીજા દર્દી અંગોની રાહ જોઇ રહ્યા છે તેમને નવી જીંદગી મળી શકે.

બાળકોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ

વર્ષ              ટ્રાન્સપ્લાન્ટ
2017           44
2018           33
2019           40
2020           28
2021           38

કિડની ઇન્સ્ટિટયૂટનાં સત્તાવાળાઓનું કહેવું છે કે આગામી વર્ષ 2025 સુધીમાં કોઇ સગાના અંગો કાઢવા જ ના પડે તેવો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાનથી જ વેઇટિંગ લિસ્ટ નાબૂદ થાય તેવા પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2021માં અત્યાર સુધીમાં કિડની ઇન્સ્ટિટયૂટમાં 38 બાળકોનાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. જે ગત વર્ષ 2020નાં કોરોનાકાળ કરતાં વધારે છે. વર્ષ 2020માં 28 બાળકોમાં કિડની પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે તબીબો અને બાળકોનાં પરિવાર માટે જેટલું પડકાર જનક છે એટલું જ ચિંતાજનક છે . ત્યારે આગામી વર્ષ 2025 સુધીમાં કોઇ સગાના અંગો કાઢવા જ ના પડે તેવો લક્ષ્યાંક કિડની ઇન્સ્ટિટયૂટનાં સત્તાવાળા દ્વારા કરવામાં આવ્યો છે જે ખરેખર પ્રશંસનીય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud