• ગુજરાતમાં મોસમમાં બદલાવ, રાતમાં હળવી ઠંડી તો દિવસે તડકો પરેશાન કરી રહ્યો છે
  • ગુજરાત રાજ્યમાં આવતા અઠવાડિયાથી ઠંડીનો ચમકારો વધશે, દિવાળી સુધીમાં જામશે શિયાળો
  • હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં લગભગ તમામ સ્થળો પર હવામાન સાફ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં વધારો-ઘટાડો થશે, બેવડી ઋતુને કારણે રાજ્યમાં રોગચાળો પણ વધ્યો

WatchGujarat. ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લીધા બાદ હવે બેવડી ઋતુનો સમત્કાર જોવા મળી રહ્યો છે. રાજયભરમાં રાત્રે હળવી ઠંડીને દિવસે ભારે તાપના લીધે લોકો પરેશાન થઈ રહ્યાં છે. વહેલી સવારે તથા સાંજ પડતા ઠંડા પવનો વહેવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી અઠવાડિયાથી ઠંડીના ચમકારામાં વધારો થવાનો છે. ઉલ્લેખનીય છે કે નવા અઠવાડિયાની શરૂઆત સાથે ઠંડીનો સામાન્ય ચમકારો અનુભવાશે, જે પછી ધીમે-ધીમે ગુલાબી ઠંડીની શરૂઆત થશે. દિવાળી સુધીમાં શિયાળો જામી જશે.

બેવડી ઋતુને કારણે રાજ્યમાં રોગચાળો પણ વધ્યો

ઉલ્લેખનીય છે કે હાલ દિવસે ગરમી અને રાતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. બેવડી ઋતુને કારણે રાજ્યમાં રોગચાળો પણ વધ્યો છે. ઘણા વિસ્તારોમાં શરદી-ખાંસી અને વાયરલ તાવના કેસો નોંધાયા છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. મળતી વિગતો અનુસાર 2 દિવસ બાદ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં વધારો-ઘટાડો થશે.  સામાન્ય રીતે જ્યારે મોન્સૂન પાછળ હટે છે, જો સાફ આકાશની સ્થિતિની સાથે સાથે હવાની પેટર્નમાં પણ બદલાવ થાય છે. તાપમાનમાં વધારો થતો જાય છે.

આ વર્ષે કડકડતી ઠંડી પડશે અને શિયાળો ગુલાબી ઠંડી સાથે પોતાનો રંગ બતાવશે

છેલ્લા વર્ષે હુંફાળો શિયાળો રહ્યા બાદ આ વર્ષે કડકડતી ઠંડી પડશે અને શિયાળો ગુલાબી ઠંડી સાથે પોતાનો રંગ બતાવશે તેમ માનવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હવામાન સાફ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ દાહોદ તથા મહિસાગરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આગામી અઠવાડિયાની મધ્ય સુધીમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી. જ્યારે આગામી 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરાઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud