• પહેલા સરકાર દ્વારા કાપડ પરનો જીએસટી 5 ટકાથી વધારીને 12 કરવાનો નિર્ણય કર્યો હતો
  • કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે કાપડ પર 5% GST યથાવત રાખવાનો નિર્ણય કર્યો
  • વેપારીઓનો વિરોધ રંગ લાવ્યો,30 ડિસેમ્બરે સુરતમાં કાપડ માર્કેટ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો

WatchGujarat.કાપડ માર્કેટ માટે સારા સમચાર છે. ટેક્ષટાઇલ વેપારીઓની માંગણીને ધ્યાનમાં રાખી GST યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે કાપડ પર 5% GST યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારે કાપડ પરનો જીએસટી 5 ટકાથી વધારીને 12 કરવાનો નિર્ણય કર્યો હતો.જેનો 1 જાન્યુઆરીથી અમલ થવાનો હતો. જ્યારે આ અંગે અનેક રજૂઆતો બાદ પણ આખરે સરકાર દ્વારા જીએસટી દર યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ટેક્ષટાઇલ વેપારીઓની માંગણીને ધ્યાનમાં રાખી GST યથાવત રાખવાની રજૂઆત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણને કરવામાં હતી, જેને ધ્યાનમાં રાખી કાપડ પર 5% GST યથાવત રાખવામાં આવ્યો છે. આ માહિતી સુરતનાં મેયર દ્વારા સોશ્યિલ મિડીયા પર આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારનાં આ નિર્ણયને સી.આર.પાટીલ સહિતનાં નેતાઓએ વધાવ્યો હતો. જ્યારે ટેક્સટાઇલ વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત ટેસ્કટાઈલનું હબ ગણાય છે. પરંતુ જીએસટી દર વધારાની રજૂઆતથી  કાપડ વેપારીઓ નારાજ હતા. વેપારીઓએ કાપડ માર્કેડ એક દિવસ બંધ પાડીને જીએસટીનાં વધતાં દરનો વિરોધ નોંધાવ્યો હતો. જેને લઇને 30 ડિસેમ્બર સુરતમાં કાપડ માર્કેટ બંધ રાખ્યું હતુ. એટલું જ નહીં વેપારીઓએ માર્કેટની બહાર કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે સરકાર દ્વારા જીએસટી દર યથાવત રાખતા વેપારીઓનો વિરોધ રંગ લાવ્યો છે અને વેપારીઓમાં ખુશી જોવા મળી હતી.

Facebook Comments Box

Videos

Our Partners