હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરાઈ હતી
ભરૂચ પોલીસની પ્રશંસનીય કામગીરી છતાં CBI તપાસની જરૂર કહ્યું હાઇકોર્ટે
WatchGujarat.અંકલેશ્વરમાં સારંગપુર ગામે સિલ્વર સિટી ફેલટમાં રહેતી મૂળ ઉત્તર પ્રદેશની ઘર આંગણે ગુમ થયેલી 9 વર્ષની બાળકી રૂક્સાના આરીફ અંસારીના અપહરણ કેસમાં હેબિયસ કોર્પસ પિટિશનમાં હાઇકોર્ટે તપાસ સીબીઆઈને સોંપી છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગુમ અંકલેશ્વરની રૂક્સાનાનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે પણ બાળકીના પરિવારની મુલાકાત લઈ આ સંવેદનશીલ અને અતિ ગંભીર મામલે લોકોને રૂક્સાનાની ભાળ મેળવવા અપીલ કરી હતી. સાથે ભરૂચ જિલ્લા પોલીસ ની અલગ અલગ ટીમો બનાવી બાળકીને શોધવા તમામ રીતે પ્રયાસો અને તપાસ હાથ ધરાઈ હતી.
બીજી તરફ દીકરી ગુમ થવાથી વ્યથિત માતા પિતાએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન કરી હતી. એટલે કે બાળકી ગમે ત્યાં હોય તેને શોધી લાવવાની આ દરખાસ્ત હાઇકોર્ટે મંજુર કરી દીધી છે.
બાળકીના અપહરણ કેસની તપાસ હાઇકોર્ટે સીબીઆઈને સોંપી છે. જે હુકમ કરતા હાઇકોર્ટે કહ્યું હતું કે, ભરૂચ પોલીસની કામગીરી પ્રસંશનિય છે. છતાં સીબીઆઈ તપાસની જરૂર છે.
રૂખસાર 30 જાન્યુઆરીથી લાપતા બની હતી, ભરૂચ પોલીસે મુંબઈ અને UP માં વેશ બદલીને પણ તપાસ કરી હતી
અંકલેશ્વરના સારંગપુર ગામના મિરાનગર સ્થિત સિલ્વર સિટીમાં 9 વર્ષીય બાળકીનું અપહરણ થયુ હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમા નોંધવામાં આવી છે. મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રહેતી રૈતૂન આરિફ અન્સારીએ 9 વર્ષીય પુત્રી રૂખ્સાર આરિફ અન્સારી ગત 30 જાન્યુઆરીના રોજ પોતાના ઘરના આંગણામાં રમવા માટે ગઈ હતી. મોડી રાત સુધી પરત ફરી ન હતી. માતા-પિતા અને પાડોશીએ આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી પણ બાળકી મળી આવી ન હતી. સગીરાના લાપતા બનવાના મામલાને અપહરણ તરીકે ગંભીરતાથી લેવાના આદેશોના પગલે પોલીસે ફરિયાદ નોંધી મામલાની તપાસ શરૂ કરી છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે અંગત દેખરેખ હેઠળ તપાસ આગળ ધપાવી હતી. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બાળકીની ભાળ મેળવવા મુંબઈ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વેશ બદલીને પણ તપાસ કરી હતી. સૂત્રો અનુસાર આ પ્રકારના મામલાઓમાં બાળકોનો ઉપયોગ human trafficking ના મામલાઓ સાથે પણ જોડીને જોવામાં આવે છે. ભરૂચ એસપીએ જાતે બાળકીના ઘરે જઈ પરિવાર અને પાડોશીઓ સાથે વાતચીત કરી ઘટના સંબંધિત કલુ મેળવવા પ્રયાસ કર્યા હતા.
એક એનજીઓ દ્વારા બનાવ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં Habeas Corpus Petition દાખલ કરવાં આવી હતી. કોર્ટે બનાવ બાદ પોલીસની તપાસ અને શોધખોળના પ્રયાસને ટીકા નહીં પરંતુ ભેદ ઉકેલવા પ્રયાસ ઓછા પડ્યા હોવાનું ટાંકી લાપતા બાળકીને શોધવાની આગળની જવાબદારી CBI ને સોંપી છે.