ભુજના હેમલતાબેન ગઢવી યુવાનોને પણ શરમાવે તેવા આત્મવિશ્વાસ સાથે પોતાની કૃતિ રજૂ કરે છે
પોતાના મધૂર અવાજથી ગુજરાતી લોકગીતો દુનિયા સમક્ષ રજૂ કરે છે
તેઓને ગાવાનો અને ગરબા રમવાનો શોખ છે,તે ઉપરાંત કેટલાક ગીતો પણ લખ્યા છે
Watchgujarat.શોખ બડી ચીજ હૈ, કોઇ પણ વસ્તુ અથવા તો કંઇક કરી છુટવાનો દ્રઢ સંકલ્પ જીવનનાં કોઇ પણ પડાવ પર કરી શકો છો. સામાન્ય રીતે 60 વર્ષની પછી ઉંમરમાં લોકો નિવૃત્ત થવાનું વિચારે છે. કંઇક નવુ કરવાની વાત આવે તો કહેશે હવે ઉંમર થઇ ગઇ છે. બોવ કર્યું જીવનમાં. પરંતુ જીવનના અંતિમ શ્વાસ સુધી પણ પોતાના શોખને પૂરા કરતાં લોકો પણ છે. તેઓ માટે ઉંમર માત્ર એક આંકડો છે. આ વાત કચ્છના એક બા એ સિદ્ધ કરી બતાવી છે.
https://youtu.be/HAjzZCwbN0k
આજ-કાલ યુવાનો માટે યુટ્યુબ એક એવુ માધ્યમ બન્યુ છે કે પોતાની કોઇ પણ પ્રકારની કળા ત્યાં રજૂ કરીને દુનિયાને બતાવી શકે છે. આજ-કાલ મહિલા,પુરૂષો,બાળકો યુવાનો માટે પોતાની યુટ્યુબ ચેનલ બનાવવી કોઇ મોટી વાત નથી એટલુ જ નહીં આ ચેનલથી લાખો રૂપિયા પણ કમાઇ છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે 85 વર્ષની ઉંમરે કોઇ પોતાની યુટ્યુબ ચેનલ બનાવે ? જો ન સાંભળ્યું હોય તો આજે અમે તમને એવા એક બાની વાત કરીએ જેવો કચ્છની સંસ્કૃતિ જાળવવા માટે 85 વર્ષની ઉંમરે એક યુટ્યુબ ચેનલ બનાવી અને તેઓ ખૂબ જ સરસ અવાજમાં લોકગીત રજૂ કરે છે.
વાત છે ભુજના હેમલતાબેન ગઢવીની, જેમણે પોતાના સ્વરમાં ભજનો અને લોકગીતો પ્રોફેશનલી રેકોર્ડ કરી યુટ્યુબ પર મૂકવાની શરૂઆત કરી છે. હેમલતાબેન યુવાનોને પણ શરમાવે તેવા આત્મવિશ્વાસ સાથે પોતાની કૃતિ રજૂ કરે છે. આ સંદર્ભે હેમલતાબેન મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે “બાળપણમાં શિક્ષણની તક ન મળી પરંતુ, બાપુજી પાસેથી વારસામાં આ સંસ્કૃતિનો વારસો મને મળ્યો છે. આજકાલ બધુ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે, તેથી આ લોકગીતો પણ ઈન્ટરનેટના માધ્યમથી લોકો સુધી પહોંચે તેથી આ યુટ્યુબ ચેનલ શરૂ કરી છે.” “મારા ભાઈ પાસેથી મને યુટ્યુબ ચેનલ શરૂ કરવાની પ્રેરણા મળી હતી. લગભગ એક વર્ષ પહેલાં જ્યારે મેં યુટ્યુબ ચેનલ બનાવવાનું નક્કી કર્યું ત્યારે સ્ટુડિયો તરફથી પણ મને સારો સહયોગ મળ્યો હતો અને તેમણે તમામ રીતે મદદ કરી હતી.”
વધુમાં જણાવ્યું હતુ કે “મને ગાવાનો અને ગરબા રમવાનો શોખ છે. તે ઉપરાંત મેં જાતે કેટલાક ગીતો પણ લખ્યા છે.” તેમણે લગ્ન ગીતોનું સંકલન કરી તેની એક ચોપડી પણ બહાર પાડી હતી, જેમાં તેમના કેટલાક સ્વરચિત ગીતો પણ પાછળ મૂક્યા હતા. રસપ્રદ વાત એ છે કે બાને આ ઉંમરે તલવાર બાજીનો પણ શોખ છે. તેમણે કહ્યું કે “મને આ કાર્યમાં મારી દોહિત્રી અને તમામ પરિવારના સભ્યો દ્વારા સહકાર મળે છે.”
ઉલ્લેખનીય છે કે અગાઉ હેમલતાબેનને સ્થાનિક રેડિયો સ્ટેશન દ્વારા પ્રોગ્રામ માટે પણ બોલાવવામાં આવ્યા હતા. ઉપરાંત ગત વર્ષે તેમણે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની સર્જનાત્મક સ્પર્ધાઓમાં ભાગ લીધો અને તેમાં પણ તેમણે ઈનામ જીત્યું હતું.