ઘણા લોકોના વાળ વાંકોડીયા વાળ હોય છે અને તે લોકો તેના કારણે ખુબ સારા પણ લગતા હોય છે.પરંતુ ઘણી વાર એવું બનતું હોય છે કે યોગ્ય સમયે તેની કાળજી ન લેવાથી તે વિખરાઈ જાય છે અને ખરાબ લાગે છે.કારણકે વાંકોડીયા વાળની કાળજી લેવી સહેલી નથી.વાકોડીયા વાળ ને ધોવા અને તેને ઓળવવા ખુબ મુશ્કિલ કામ છે.જો તેની યોગ્ય રીતે કાળજી રાખવામાં ન આવે તો તે તૂટીને ખારવા લાગે છે.

જો તમારા પણ વાંકળિયા વાળ છે અને તમને તેને સાચવવાની મુશ્કિલ પડી રહી છે તો તમે આ ટિપ્સ અજમાવી શકો છો.

વાળની ડ્રાયનેસ્સ કરો દૂર

જે લોકોના વાળ વાંકોડીયા હોય છે તે લોકોને વાળમાં ડ્રાયનેસસની ફરિયાદ રહે છે.જેના કારણે તેના વાળ થઇને તૂટેલા લાગે છે.જેથી આવા વાળને વધારે ન ધોવા જોઈએ કારણકે કુદરતી તેલ ખતમ થઇ જશે જેથી શેમ્પૂનો ઉપયોગ કરતા પહેલા વાળની તેલથી મસાજ જરૂર કરો.

ડ્રાયરનો ઉપયોગ ઓછો રાખો

હેર ડ્રાયરની ગરમ હવા વાળને નુકશાન પહોંચાડે છે. હેર ડ્રાયરની અટેચમેન્ટ એ રીતે સેટ કરો કે હવાનું ફોકસ એક જગ્યા પર ન રહે અને જો બની શકે તો હેર ડ્રાયરનો ઉપયાગ ન કરો. કારણકે તેના વધારે ઉપયોગથી વાળ ડ્રાય થઈને ખરવા લાગે છે

તેલથી મસાજ કરો

વાકોડીયા વાળને મુલાયમ રાખ્વા માટે અઠવાડિયામાં એક વખત 2-3 ચમચી બદામ અથવા નારિયેળ તેલ ગરમ કરીને મસાજ કરો. તેલને આ રીતે લગાવીને એક રાત રહેવા દો અને બીજા દિવસે   શેમ્પુથી ધોઈ લો તેનાથી તમારા વાળ ધોઈ લીધા પછી સાચવવા સહેલા રહેશે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud