• તહેવારોમાં લોકોની બેદરકારીના કારણે હવે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરના સંકેતો મળી રહ્યા છે
  • કથિત ત્રીજી લહેરથી બચવા અમદાવાદ મનપા દ્વારા રસીકરણ મામલે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો
  • જેમને રસીનો બીજો ડોઝ ન લીધો હોય તેમને જાહેર સ્થળોએ પ્રવેશ નહીં મળે
  • હવે AMTS અને BRTSમાં મુસાફરી કરવા રસીકરણ ફરજીયાત કરવાં આવ્યું

WatchGujarat. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરના સંકેતો મળી રહ્યા છે. તો સાથે જ દેશભરમાં રસીકરણ મહાઅભિયાનરૂપે ઝડપી બનાવવામાં આવ્યું છે. કોરોનાંની વીતી ગયેલી બન્ને લહેરોમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે કથિત ત્રીજી લહેરથી બચવા અમદાવાદ મનપા દ્વારા રસીકરણ મામલે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે એકાએક તહેવારોમાં છૂટછાટ મળતા જ કોરોનાના કેસો વધતા તંત્ર ફરીથી સક્રિય બન્યું છે. કોરોના જે ગતિએ વધે છે અને ગણતરીના સમયમાં કેટલાય લોકોને સંક્રમિત કરે છે તેનાથી બચવા હાલ તો રસી એકમાત્ર કોરોના સામેનો ઉપાય કહી શકાય.

વધુમાં જણાવતા અમદાવાદ મનપા દ્વારા કોરોના રસી બાબતે નિર્ણય લેવાયો છે ત્યારે હવે AMTS અને BRTSમાં મુસાફરી કરવા રસીકરણ ફરજીયાત કરવાં આવ્યું છે. તેમજ જેમને રસીનો બીજો ડોઝ ન લીધો હોય તેમને જાહેર સ્થળોએ પ્રવેશ નહીં મળે. કાંકરિયા, રિવરફ્રન્ટ, લાયબ્રેરી અને સ્વિમિંગ પુલ જેવા સ્થળોએ પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. શહેરમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસો વધવાની શક્યતા હોવાનું જણાતા જ અમદાવાદ મનપા દ્વારા આગોતરા પગલાંરૂપે ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવામાં આવી હતી. જેમાં સામાન્ય રીતે દિવસોમાં થતા ટેસ્ટિંગ કરતા બમણા ટેસ્ટિંગ હવે કરવામાં આવી રહ્યા છે. જેમાં નવા કેસો સામે આવી રહ્યા છે. શહેરમાં છેલ્લા અનેક સમયથી કોરોનાના કેસોની સંખ્યા માત્ર 2 થી 5 વચ્ચે રહેતી હતી પરંતુ હવે રોજ શહેરમાં કોરોનાના કેસો વધી જતા તંત્ર ચિંતામાં મુકાઈ ગયું છે.

વધુમાં જણાવતા રાજ્યમાં એક દિવસમાં કોરોનાના 42 જેટલા કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદમાં 124 દિવસ બાદ કોરોનાના નવા 16 કેસો નોંધાયા છે. જેથી અમદાવાદ મનપાનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્ય બહાર ફરીને આવતા લોકોનું ટ્રાવેલ હિસ્ટ્રી તપાસવાનું ચાલુ કર્યું છે. જેમાં લોકોને કોરોનાનું સંક્ર્મણ લાગ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud