• ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે
  • ત્યારે ફરી એક વાર દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા 66 કિલોથી વધુનુ ડ્રગ્સ પકડાયુ છે
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરા શબ્દોમાં ચેતવણી આપી 
  • ગુજરાતમાં ડ્રગ્સ કોઈ પણ રીતે નહિ ચલાવી લેવાય – ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

WatchGujarat. દુનિયાભરમાં ડ્રગ્સ અને માદક દ્રવ્યોનું પ્રમાણમાં દિવસે ને દિવસે વધી રહ્યું છે. જેમાં યુવા ધનને ધકેલવા માટે આ ડ્રગ્સ માફિયાઓ અવનવા પેતરાઓ અજમાવતા હોય છે. છેલ્લા કેટલાંક સમયથી ગુજરાત અને ભારતભરમાં ડ્રગ્સના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે દેશભરમાં ડ્રગ્સ માફિયાઓ પગપેસારો કરવા માટે ગુજરાતને સેફ પેસેજ બનાવી રહ્યા છે. મહત્વનું છે છેલ્લા કેટલાંક મહિનામાં જ  ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે આજે ફરી એક વાર દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાનું ષડયંત્ર ઝડપાયું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા 66 કિલોથી વધુનું ડ્રગ્સ પકડાયુ છે. હવે મા મુદ્દે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરી છે.

ગુજરાતમાં જુદા જુદા સ્થળો પરથી ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાતા હવે આ બાબત અંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ડ્રગ્સ કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહિ આવે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે, લોકપ્રિય પ્રધાન મંત્રી નરેન્દ્રમોદીએ અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહ દ્વારા જે રીતે ડ્રગના દુષણને ભારતમાં કયા પ્રકારે કંટ્રોલ કરી શકાય તેના કડક પગલાઓ, કડક નીતિઓ બનાવવામાં આવેલી છે તે જ ભાગ રૂપે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અનેક મહિનાઓથી ડ્રગ્સને ગુજરાતના ખૂણેખૂણેથી બહાર કાઢવા માટે સારી કામગીરી કરવામાં આવી રહી હતી.

છેલ્લા બે મહિનામાં રાજ્યમાં ડ્રગ્સ મામલે 58 કેસ નોંધાયા

આ સાથે જ તેમણે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાની ટીમને ડ્રગ્સ પકડવાની કામગીરી માટે અભિનંદન આપ્યા હતા. છેલ્લા બે મહિનાથી રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સ મામલે 58 કેસ કરવામાં આવ્યા છે. 90 થી વધુ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. હજી ડ્રગ્સ પેડલરને પકડવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા 55 દિવસમાં 5756 કિલો ડ્રગ્સ પકડાયુ છે. અત્યાર સુધી 245 કરોડથી વધુનુ ડ્રગ્સ બે મહિનામાં પકડાયુ છે.

ગુજરાતમાં ડ્રગ્સ કોઈ પણ રીતે નહિ ચલાવી લેવાય – ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

આ મામલે વાત કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, છેલ્લા બે-ત્રણ દિવસમાં ગુજરાત પોલીસની અલગ અલગ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દ્વારકામાં ગુજરાત પોલીસ દ્વારા મોટુ કન્સાઈમેન્ટ પકડવું એ પહેલી ઘટના બની છે. અમદાવાદ, સુરતમાં પેડલરની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત છોટાઉદેપુરમાં પણ ગાંજાની ખેતી પકડાઈ છે. ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સ માટે પોલિસી બનાવાઈ હતી. જેમાં આ સફળતા હાથ લાગી છે. ગૃહમંત્રીએ ડ્રગ્સ મામલે વિધાનસભામાં કહ્યુ હતું કે ,ડ્રગ્સ વેચાય તે પહેલા પોલીસ દ્વારા પકડાય તો તે પોલીસની સફળતા છે. જેનાથી હજારો લોકોના જીવ જોખમમાં જતા બચે છે. આ સિસ્ટમને પર્દાફાશ કરવી જરૂરી છે. લોકોને પણ અપીલ છે કે, પોલીસ કામગીરીમાં મદદ કરે અને પોલીસની કામગીરીને બિરદાવે. આ સાથે ગુજરાતમાં ડ્રગ્સ કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહિ આવે. કોસ્ટલ સિક્યુરિટી માટે આપણી પાસે તમામ પ્રકારની વ્યવસ્થા છે. આ મામલે પૂરતી કાળજી તેમજ યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud