• બન્ને રાજ્યોમાં 56 સ્થળે હવાની ગુણવત્તા માપક સ્ટેશનો ઉપર અંકલેશ્વરમાં PM 2.5 નું પ્રમાણ 67 માઈક્રોગ્રામ પર ક્યુબીક મીટર રહ્યું
  • સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરમેન્ટે આંકડા જારી કર્યા
  • લોકડાઉન 2020 માં અંકલેશ્વરની હવા રાજ્યમાં 63 AQI સાથે સૌથી શુદ્ધ રહી હતી
  • 2021 ના 102 દિવસ અંકલેશ્વરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ખરાબ થી અત્યંત ખરાબ AQI 300 થી વધુ નોંધાયો

WatchGujarat. લોકડાઉન અને કોરોના મહામારીના પેહલા વર્ષે ઔદ્યોગિક નગરી અંકલેશ્વર ની હવા રાજ્યમાં સૌથી શુદ્ધ નોંધાઇ હતી. જોકે 2021 ના બીજા વર્ષે ગુજરાત અને મહારાષ્ટ્રની 15 ઔદ્યોગિક નગરીમાં અંકલેશ્વર પ્રદૂષણમાં સૌથી ટોચ પર રહી છે.

હાલમાં જ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરમેન્ટ એ જારી કરેલા આંકડામાં આ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. દેશના પશ્ચિમી બન્ને રાજ્યોમાં 2021માં પ્રદુષણ ચિંતાજનક વધ્યું છે.

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના હવાની ગુણવત્તા ચકાસવા લગાવાયેલા સ્ટેશનો પરથી આ આંક બહાર આવ્યો છે. ગુજરાતમાં અંકલેશ્વર અને વટવા સૌથી પ્રદૂષિત રહ્યા છે. અંકલેશ્વરમાં સરેરાશ PM 2.5 નું પ્રમાણ 67 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબીક રહ્યું છે.

વર્ષ 2021 ના 365 દિવસમાં અંકલેશ્વરમાં AQI ખરાબથી અતિ ખરાબ 102 દિવસ રહ્યો છે. જેની સામે કલ્યાણમાં 84 દિવસ, વટવામાં બિન આરોગ્યપ્રદ હવા 75 દિવસ અને નવી મુંબઈમાં 54 દિવસ રહી હતી. જ્યારે વાપીમાં હવા બિન આરોગ્ય પ્રદ 48 દિવસ, મુંબઈમાં 42 દિવસ રહ્યાં હતાં.

વર્ષ 2020 માં અંકલેશ્વરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ લોકડાઉનમાં 63 થઈ જતા સૌથી શુદ્ધ હવા નોંધાઇ હતી. જે 2021 માં AQI 300 ઉપર કેટલીય વખત પાર કરી ગયો હતો.

રાજ્યમાં અંકલેશ્વર બાદ વટવા PM 2.5 નું પ્રમાણ 54 અને અમદાવાદમાં 53 માઇક્રોગ્રામ્સ પર મીટર ક્યુબીક રહેતા બન્ને વસાહતો-નગર અનુક્રમે ગુજરાતમાં બીજા અને ત્રીજા સ્થાને પ્રદૂષણમાં રહ્યા હતા. CSE ના એક્ઝિકયુટીવ ડિરેકતે અનુમિતા રોય એ અહેવાલોને લઈ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, 2019 કરતા પણ 2021 માં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જે જોતા હવાની ગુણવત્તાને વધુ બગડતી અટકાવવા આવશ્યક પગલાંઓ ભરવાની તાકીદની જરૂરિયાત ઉભી થઇ છે.

Facebook Comments Box

Videos

Our Partners