વધતી જતી ગુનાખોરીને લઈને સુરત પોલીસ હવે એક્શન મોડમાં
સુરત પોલીસે અલગ અલગ વિસ્તારમાં સ્પેશિયલ દ્રાઈવ યોજી
સ્પેશિયલ દ્રાઈવ યોજી રેમ્બો છરા, ચપ્પુ, તલવાર કબ્જે કર્યા
WatchGujarat. સુરતમાં વધતી જતી ગુનાખોરીને લઈને સુરત પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરત પોલીસે અલગ અલગ વિસ્તારમાં સ્પેશિયલ દ્રાઈવ યોજી રેમ્બો છરા, ચપ્પુ, તલવાર કબ્જે કર્યા છે.
સુરત શહેરમાં ઉપરાછાપરી હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી હતી. તેમજ ચોરી, લૂંટ, સ્નેચિગ જેવી ઘટનાઓ દરરોજ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે હવે સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરત પોલીસ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિગ શરૂ કર્યું છે અને ઘાતક હથિયારો કબ્જે કર્યા છે.
સુરત ના લીંબયાત, ઉધના, પાંડેસરા, ડીંડોલી જેવા વિસ્તારમાં પોલીસે કોમ્બિગ શરૂ કર્યું હતું અહીંથી પોલીસે 402 જેટલા લોકો પાસેથી તલવાર, રેમ્બો છરા જેવા પ્રાણ ઘાતક હથિયારો કબ્જે કર્યા છે અને ઝડપાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગ્રીષ્મમાં વેકરિયાની હત્યા ના ઘેરા પ્રત્યાઘાત રાજ્યમાં પડ્યા છે. જેને લઈને સુરત પોલીસ હવે દોડતી થઈ છે પોલીસ દ્વારા હવે ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ આ ફૂટ પેટ્રોલિંગ માં જોડાઈ રહ્યા છે. શાળા કોલેજો બહાર પણ રોમિયો ગિરી કરતા લોકો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. તેમજ શહેરમાં ચાલતા કપલ બોક્સ પણ બંધ કરવામાં આવ્યા છે.