• મોંઘોદાટ મોબાઈલ દુકાનમાં ધડાકા સાથે ફાટવા અને આગ લાગવાના વિડીયો આવ્યા સામે
  • એપલ નો આઈફોન સામાન્ય ફોનની જેમ ખુલી શકતો નથી, જેને ખોલવા કેમિકલ નાખ્યું હોય, ઓવર હિટિંગથી બેટરી ફાટતા ઘટના ઘટી

WatchGujarat. મોબાઈલ ફોનનું રીપેરીંગ કરતા લોકો માટે iPhone માં બ્લાસ્ટ અને આગનો ચોંકાવનારો કિસ્સો અંકલેશ્વરના માયાનગરની મોબાઈલ શોપમાંથી બહાર આવ્યો છે. રીપેરીંગમાં આવેલો એપલનો આઈફોન ખોલવા માટે કેમિકલયુક્ત લિકવિડ નાખતા બેટરી ઓવરહિટ થતા આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે.

અંકલેશ્વર શહેરના ગડખોલ વિસ્તારમાં આવેલા માયાનગરના એક મોબાઈલ રીપેરીંગ શોપમાં અચાનક બ્રાંડેડ એપલ કંપનીનો આઈફોન ધડાકા સાથે ફાટી આગ ભભૂકી ઉઠી હતી. રીપેરીંગ માટે મુકેલો મોબાઈલ બેટરી ફૂલી ગયા બાદ બ્લાસ્ટ સાથે સળગી ઉઠતા કારીગર પણ હચમચી ઉઠ્યો હતો. જોકે મોબાઈલ ફોનની આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં સર્જાઈ નથી. આ અંગે સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. જે હવે વાયરલ થઈ રહ્યાં છે.

અંકલેશ્વરના માયાનગર સ્થિત ડી.પી.મોબાઈલ શોપમાં મોંઘીઘાટ કંપનીનો આઈફોન રીપેરીંગ માટે મુક્તા બેટરી ફૂલી જતાં અચાનક બ્લાસ્ટ સાથે સળગી ઉઠ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ગુરૂવારે સાંજના સમયે અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મોબાઈલ શોપમાં બ્લાસ્ટની ઘટનાના CCTV હવે વાયરલ થઈ રહ્યાં છે.

દુકાનમાં કારીગર મોબાઈલ રિપેરિંગ કરી રહ્યો હતો તેણે મોંઘીઘાટ કંપનીનો ફોન આગળના ભાગે મૂક્યો હતો. તે દરમિયાન અચાનક બેટરી ફૂલી ગયા બાદ બ્લાસ્ટ સાથે સળગી ઉઠ્યો હતો. મોબાઈલમાં આગ લાગતાં જ કારીગર દુકાન બહાર નીકળી ગયો હતો. જો કે મોબાઈલ ફોનની આગની ઘટનામાં કોઈને જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.ત્યારે આ મોબાઈલની દુકાનમાં અગાઉ પણ બે-ત્રણ વાર મોબાઈલ ફોનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. સોફ્ટવેર અને IT એન્જીનીયર કવન મહેતા એ જણાવ્યું હતું કે એપલના આઈફોનને અન્ય મોબાઇલની જેમ સીધો ખોલી શકાતો નથી. રીપેરીંગ માટે iPhone ખોલવા કારીગરે નાખેલા લિકવડના લીધે જ બેટરી ઓવર હિટિંગ થઈ ફૂલી જતા બ્લાસ્ટ સાથે આખો મોબાઈલ મધર બોર્ડ સાથે સળગી ગયો હતો.

Facebook Comments Box

Videos

Our Partners