નવસારી ટાઉનમાં એક મહિલાએ ટાઉન પોલીસ સ્ટેશનના ધાબા પર ચડી ને નીચે કૂદી જવાની તૈયારી કરી
મહિલા પર લોકોની નજર જતા પોલીસ સ્ટેશનની નીચે લોકટોળું ભેગું થઈ ગયું
લોકોએ મહિલા ને બચાવવા બૂમાબૂમ કરી, પરંતુ મહિલા એકની બે ન થઈ
પોલીસની સૂઝબૂઝથી આ મહિલાને બચાવી લેવામાં આવી
WatchGujarat. બહુ લોકપ્રિય ફિલ્મ શોલે ફિલ્મનો ધર્મેન્દ્ર વાળો એ સીન તો સૌને યાદ હશે જેમાં ધર્મેન્દ્ર ટાંકી પર ચડીને આત્મહત્યા કરવાની ધમકી આપે છે. કંઈક આવો જ એક કેસ નવસારી ટાઉનમાં બનવા પામ્યો છે. જેમાં એક મહિલાએ ટાઉન પોલીસ સ્ટેશનના ધાબા પર ચડી ને નીચે કૂદી જવાની તૈયારી કરી હતી. પરંતુ પોલીસની સૂઝબૂઝથી આ મહિલાને બચાવી લેવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે આ મહિલા કોઈ પરિણીત પુરુષના પ્રેમમાં હતી અને મહિલાને તે પુરુષ સાથે જ રહેવું હતું. જોકે આ મામલે કોઈ સમાધાન શક્ય ન થતાં મહિલાએ નિરાશ થઈને આત્મહત્યાનો કરવાનો વિચાર કર્યો હતો. જે માટે મહિલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ધાબા પર ચડી ને આત્મહત્યા કરવાની તૈયારી કરી રહી હતી. જોકે લોકોની નજર જતા પોલીસ સ્ટેશનની નીચે લોકટોળું ભેગું થઈ ગયું હતું. અને લોકોએ મહિલા ને બચાવવા બૂમાબૂમ કરી હતી. પરંતુ મહિલા એકની બે ન થઈ.
જેથી પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મીઓ મહિલાને સમજાવવા માટે ધાબા પર ચડ્યા હતા અને બધી જ કોશિશ કરી હતી. પરંતુ હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ એ મહિલાને શાંત પાડી ને તેનો હાથ ખેંચી લીધો હતો. જેથી પોલીસ સ્ટેશનમાં મોટો અકસ્માત થતાં રહી ગયો હતો અને લોકોએ પોલીસ કર્મીઓને આભાર વ્યક્ત કર્યો હતો.
સામાન્ય રીતે પોલીસ મથકમાં લોકો પોતાની ફરિયાદો લઇને જતા હોય છે અને ઘણા ખરા કેસમાં પોલીસ તેનું નિરાકરણ પણ લાવી આપતી હોય છે. પરંતુ નવસારી ટાઉનમાં એક અલગ જ બનાવ બનવા પામ્યો હતો. જેમાં મહિલાએ પોલીસ સ્ટેશનના ધાબા પર ચડી લે આત્મહત્યાની કોશિષ કરી હતી. જોકે પોલીસ ની સમય સુચકતા થી આ મહિલાને નીચે ઉતારી લેવામાં આવી હતી.
હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ એ મહિલાને ઉગારી લેતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. મહિલાનો આ વિડીયો નવસારીના સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.