કોરોના ગાઈડલાઈનના નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે
રાજકોટના ડે.મેયર દર્શીતા શાહે નિયમોનો ભંગ કર્યો હોવાનો વિડીયો વાયરલ
મનપા કચેરી ખાતે ડે. મેયરની કારમાંથી એક પછી એક સાત મહિલાઓ ઉતરતી હોવાનું વિડીયોમાં જોવા મળતા અનેક સવાલો ઉઠ્યા
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે. જેને રોકવા મનપા તંત્રની સાથે પોલીસ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને નિયમોનાં ભંગ બદલ મસમોટો દંડ વસુલવામાં આવી રહ્યો છે. જોકે આ નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ હોવાની અનેક ઘટનાઓ અગાઉ સામે આવી ચૂકી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ખુદ ડે. મેયર દર્શીતા શાહે નિયમનો ભંગ કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. મનપા કચેરી ખાતેનાં આ વિડીયોમાં ડે. મેયરની કારમાંથી એક પછી એક સાત મહિલાઓ ઉતરતી હોવાનું સ્પષ્ટ જોવા મળતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટ શહેરમાં કોરોનાનાં કેસોમાં વધારો અટકાવવા પોલીસ દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત રસી નહીં લેનારાઓ સામે ગુનાઓ દાખલ કરાઈ રહ્યા છે. એટલુ જ નહીં કોઈપણ કારમાં ચાર કરતા વધારે વ્યક્તિ જોવા મળે તો આવી કારને પોલીસે ડીટેઇન કરવાનું શરૂ કર્યું છે. ત્યારે લોકો પાસે નિયમોનું પાલન કરાવવાની જવાબદારી જેના શિરે છે તેવા ડે. મેયરની કારનો આ વિડીયો સામે આવ્યો છે. જેમાં કારમાંથી સાત મહિલાઓ ઉતરતી જોવા મળી રહી છે. ત્યારે પોલીસ દ્વારા આ મામલે ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે તેના પર લોકોની મીટ મંડાયેલી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના કેસમાં ઉછાળો થતા જ ફરી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ ખુદ સત્તાધીશો જ તેનું પાલન નહીં કરતા હોવાનાં દ્રશ્યો સામેં આવ્યા છે. જ્યાં આજે મનપા કચેરી ખાતે ડે. મેયર દર્શિતા શાહ દ્વારા પોતાની કારમાં સાત મહિલાઓને બેસાડીને સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળીયો કરવામાં આવ્યો છે. જો કે આ મહિલાઓ કોણ હતી અને તેમને ડે. મેયરે શા કારણે એકસાથે પોતાની કારમાં બેસાડી હતી તે જાણી શકાયું નથી. પરંતુ નિયમનો ભંગ થયો છે તેવુ સ્પષ્ટ હોવાથી લોકો કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.