• ગાજરાવાડી વિસ્તારમાં ભાજપ અગ્રણી અને તેના ભાઈએ ઢોર પાર્ટીનો ઘેરાવો કરતાં ઘર્ષણ
  • ઝપાઝપી કરી ઢોર પાર્ટીને કાલથી આ વિસ્તારમાં દેખાતા નહિં તેવી ભાજપના અગ્રણીએ ધમકી આપી
  • ઢોરપાર્ટી અને ભાજપના અગ્રણી વચ્ચે ઝપાઝપી થતાં પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો
  • ધમકી અંગે મેયરને જાણ કરાઈ, મેયરે ઢોરપાર્ટીને ફરી ગુરુવારે એજ વિસ્તારમાં જઈ ઢોર પકડવા સૂચના આપી

WatchGujarat. થોડા સમય પહેલાં વડોદરાની મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા રખડતા ઢોરોની કામગીરી અંગે શહેરના મેયરની જાહેરમાં ટીકા કરી હતી. જે બાદ વડોદરા મનપાની ઢોરપાર્ટી દ્વારા મુખ્ય રસ્તા પર ફરતા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવી હતી. પરંતુ રોજ બનેલી ઘટના પરથી લાગી રહ્યું છે કે વડોદરામાં ભાજપ અગ્રણીઓ જ શહેરને ઢોર મુક્ત બનાવવામાં અડચણ ઉભી કરે છે. ઉલ્લેખનીય છે કે ગાજરાવાડી વિસ્તારમાં રખડતા ઢોરો પકડવા માટે ગયેલી ઢોરપાર્ટી સાથે ભાજપના અગ્રણી અને સ્થાનિક પશુપાલકોને ઘર્ષણ થતાં ઉત્તેજના ફેલાઈ હતી.

ઢોર મુક્ત વડોદરા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે શીખ તો આપી પરંતુ તેમના જ પક્ષના આગેવાનો આ કામગીરીમાં અડચણ ઉભી કરી રહ્યા છે. બનવાની મળતી વિગતો બુધવારે ગાજરાવાડી મહાદેવ તળાવથી ડી-માર્ટ જવાના રસ્તા ઉપર રખડતા ઢોરને પકડવા ગયેલી ઢોરપાર્ટીની કામગીરી ખુદ ભાજપના જ ઓબીસી સેલના શહેર મહામંત્રી રાજુભાઈ રબારી અને તેના ભાઈ હરેશ રબારીએ અટકાવી હતી. પાલિકાની ઢોરપાર્ટી ના કર્મચારીઓએ 3 ગાય પકડી હતી. આ દરમિયાન ભાજપના હારી ગયેલા ઉમેદવાર નરેશ રબારીના પિતરાઈ ભાઈ અને ભાજપના વોર્ડના મહામંત્રી રાજુભાઈ રબારી અને તેમના ભાઈ હરેશ રબારી તથા અન્ય ગૌપાલકોએ હોબાળો કર્યો હતો. એક તબક્કે, ઢોર પાર્ટીના વાહનની આગળ જ મોટર સાઈકલોનો ઘેરાવો કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં ઢોર પકડવા અંગે તેમની સાથે ઝપાઝપી કરી ઢોર પાર્ટીને કાલથી આ વિસ્તારમાં દેખાતા નહિં તેવી ધમકી પણ આપી હતી.

જોકે ઢોરપાર્ટી અને ગૌપાલકો વચ્ચે ઘર્ષણ વધતા પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો. જોકે 3 ઢોર પકડી લેવાયા હતા. આ પહેલી વાર નથી આ અગાઉ પાલિકાએ રખડતા ઢોરો પકડવાની કામગીરી શરૂ કરતાં ગૌપાલકો વચ્ચે અવારનવાર બોલાચાલી થવાના કિસ્સા બહાર આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેર મહામંત્રી રાજુભાઈ રબારી આપેલી ધમકી અંગે મેયરને જાણ કરવામાં આવતા મેયર કેયુર રોકડીયાએ ધમકીને વશ થયા વગર ફરીથી ગુરુવારે ગાજરાવાડીમાં જવાની સુચના આપી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud