ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે સતત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પહેલા ટીમનો ઓપનર બેટ્સમેન શુબમન ગિલ ઈજાગ્રસ્ત થયો હતો અને તે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો, ત્યારબાદ ટીમના રિઝર્વ બોલર આવેશ ખાનને અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું અને એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે આગામી માટે બોલિંગ કરી શકશે નહીં. અને તે પણ એક મહિનો ટેસ્ટ સિરીઝ માંથી બહાર થઈ ગયો છે. હવે આ બંને ખેલાડીઓ બાદ ભારતને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. એક રિપોર્ટ મુજબ ટીમના યુવાન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર (washington sundar) ને પણ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. વૉશિંગ્ટન સુંદરને પણ આંગળીની ઈજા થઈ હતી અને તેના કારણે તે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થયો છે.

વોશિંગ્ટન સુંદર પહેલા વોર્મ-અપ મેચમાં કાઉન્ટી ઇલેવનની ટીમનો ભાગ હતો. તે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ સામે કાઉન્ટી ઇલેવનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને બેટિંગ દરમિયાન પ્રથમ દાવમાં એક રન બનાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ દરમિયાન તેની આંગળીમાં ઇજા થઈ હતી. સમાચારમાં જણાવ્યા પ્રમાણે સુંદરની આંગળીની ઈજા અંગે સંપૂર્ણ અહેવાલ આવવાનું બાકી છે, પરંતુ તે લગભગ સ્પષ્ટ છે કે ટેસ્ટ સિરીઝમાંથી તેને બહાર કરવામાં આવ્યો છે. આટલી ટૂરમાં આ બીજી વખત છે જ્યારે સુંદર કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા વિના યુકેથી ઘરે પરત ફરી રહ્યો છે.

વૉશિંગ્ટન સુંદર બહાર હોવાને કારણે ટીમમાં તેની જગ્યાએ અક્ષર પટેલને લેવામાં આવી શકે છે. જો કે સુંદર ટીમમાંથી બહાર નહિ પણ થતો, તો આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા હોત તો તેને પ્લેઇંગ ઇલેવનમાં ભાગ્યે જ તક મળી હોત. આ રીતે સતત ત્રણ ખેલાડીઓનો આઉટ થવું એ ભારતીય ટીમ માટે સારો સંકેત નથી કારણ કે ભારતે પાંચ મેચની લાંબી ટેસ્ટ સિરીઝ રમવાની છે, જેની શરૂઆત 4 ઓગસ્ટથી થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud