• અંકલેશ્વર સહિતના ઉદ્યોગો માટે ઇંધણ ગેસના સતત વધતા જતા ભાવો ઓટ સમાન, દેશની આર્થિક વૃદ્ધિમાં પણ અડચણરૂપ
  • અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનને ઇંધણના વધતા ભાવો વિકટ પરિસ્થિતિ સર્જશેની વ્યક્ત કરેલી ચિંતા
  • રો મટિરિયલ્સના ભાવો સતત વધી રહ્યા છે, જ્યારે તૈયાર પ્રોડક્ટના ભાવો મળતા નહીં હોવાથી ભારે ભારણ
  • સામાન્ય માણસ સાથે જ ઉધોગોને મોટું નુકસાન થતા બેરોજગારી પણ વધશે

WatchGujarat. અંકલેશ્વર ઔદ્યોગિક મંડળે ભડકે બળતા ઇંધણ-ગેસથી ગંભીર અસરની દહેશત વ્યક્ત કરી છે. સામાન્ય માણસને તો પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી., સી.એન.જી., ના ભાવો અસર કરે જ છે પણ ઉધોગોને પણ મોટું આર્થિક ભારણ આવી જશે. જેના કારણે બેરોજગારી વધવાની અને વિકટ પરિસ્થિતિ સર્જાવાની દહેશત અંકલેશ્વરના ઉધોગકારો વ્યક્ત કરી રહ્યાં છે.

પેટ્રોલ, ડીઝલ અને ગેસના સતત વધી રહેલા ભાવો સામાન્ય લોકોને તો અસર કરી જ રહ્યાં છે પરંતુ ઉધોગોમાં પણ તેના લીધે ઓટ આવશે. જેને લઇ દેશની આર્થિક વૃદ્ધિમાં અડચણો ઉભી થશે. આ દહેશત એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના પ્રમુખ રમેશ ગાબાણીએ રજૂ કરી છે. રો મટિરિયલ્સના સતત ભાવો વધી રહ્યાં છે પણ તૈયાર પ્રોડક્ટના નહિ વધતા સમસ્યા સર્જાય રહી છે.

જ્યારે એ.આઈ.એ. ના જ ઉદ્યોગપતિ પ્રવીણ તેરૈયાએ પેટ્રોલિયમ પેદાશોના વધતા ભાવો સામાન્ય લોકો સાથે ઉધોગો માટે પણ મોટા ભારણરૂપ બની રહ્યા હોવાનું કહ્યું હતું. આવું ને આવું જ ચાલતું રહ્યું તો બેરોજગારી વધવા સાથે વિકટ પરિસ્થિતિ સર્જાશે તેવી પણ ચિંતા વ્યકત કરી હતી.

ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લો દેશમાં નિકાસમાં ટોપ ટેનમાં સ્થાન ધરાવે છે. જિલ્લામાંથી વર્ષે રૂપિયા 5 થી 6 હજાર કરોડનું નિકાસ થાય છે. આવા સમયે રો મટિરિયલ્સના ભાવો વધતા ઉત્પાદન ખર્ચ વધી જશે. જેની સામે ફિનિશ્ડ પ્રોડકટનો ભાવ વધતો ન હોય ઉધોગોને ભારે ફટકો આવી પડશે. સાથે જ ગ્લોબલ માર્કેટમાં ટકી રહેવું પણ આવી સ્થિતિમાં કઠિન બનતું જશે.

Facebook Comments Box

Videos

Our Partners