સીટી બસના ચાલકે એક યુવકને ટક્કર મારી હતી
ઘટનાને લઈને લોકોનું ટોળું ત્યાં એકઠું થઇ ગયું
રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ શરુ કરી હતી
ટોળાએ બસને આંગ ચાપી દીધી હતી,બસ બળીને ખાખ
WatchGujarat.સુરતના સરથાણા વિસ્તારમાં સીટીબસના ચાલકે રાહ દારીને ટક્કર મારતા તેને ઈજાઓ થઇ હતી. બીજી તરફ લોકોનું ટોળું અહી એકઠું થઇ ગયું હતું અને ટોળાએ બસને આંગ ચાપી દીધી હતી. જેમાં બસ બળીને ખાખ થઇ ગયી હતી. બીજી તરફ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે
સુરતના લસકાણા ડાયમંડ નગર પાસે સીટી બસના ચાલકે એક યુવકને ટક્કર મારી હતી. તેને હોસ્પિટલ લઇ જવાયો હતો. બીજી તરફ આ ઘટનાને લઈને લોકોનું ટોળું ત્યાં એકઠું થઇ ગયું હતું. બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ શરુ કરી હતી. જેથી ડ્રાઈવર બસ છોડીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. રોષે ભરાયેલા લોકોએ બસમાં આગ ચાંપી દીધી હતી. બસમાં આગ લાગતા આખી બસ બળીને ખાખ થઇ ગયી હતી. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર અને પોલીસ વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને ખાખ થઇ ગયી હતી
ફાયર વિભાગે જણાવ્યું હતું કે રાત્રે ૯.૩૦ વાગ્યાની ઘટના હતી. બસ ચાલકથી કોઈ વ્યક્તિને ટક્કર મારવાની વાત હતી. ત્યાં લોકોના ટોળાએ બસને આગ ચાપી દીધી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવી લીધો હતો
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ ચકાસવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ બસને આગ ચાપનાર 6 જણાની ઓળખ કરવામાં આવી છે, જે પૈકી 3ને ડિટેન કરાયા છે.