અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગના દરોડા, જાણીતી કંપનીઓ એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણી મેટલ્સના ચેરમેનને ત્યાં તવાઈ
શહેરના 25 સ્થળ અને રાજ્ય બહારનાં 15 સ્થળે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
ઈન્કમટેક્સ વિભાગના 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા
આ સર્ચ ઓપરેશનમાં મોટે પાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા
WatchGujarat. અમદાવાદ શહેરની બે જાણીતી કંપનીઓમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણિ મેટલ્સમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ સર્ચ ઓપરેશનમાં ઈન્કમટેક્સ વિભાગના 150થી પણ વધુ અધિકારીઓ જોડાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા એસ્ટ્રલ પાઈપ્સની સિંધુ ભવન ઓફિસ પર રેડ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીની આસપાસ પોલીસ સ્ટાફ તહેનાત કરાયો છે. એટલું જ નહીં આ બંને જાણીતી કંપની સાથે સંકળાયેલા મોટા અધિકારીઓને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં એસ્ટ્રલ પાઈપ્સનાં ચેરમેન સંદીપ એન્જિનિયર અને રત્નમણિના ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં ઇન્કમટેક્સની ટીમ તપાસ કરી રહી છે. આ ઉપરાંત બંને કંપનીના અન્ય ડાયરેકટરોને ત્યાં પણ ચેકિંગ ચાલુ છે.
જોકે અમદાવાદ ઉપરાંત રાજ્યની બહાર પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંગે મળતી વિગતો અનુસાર ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં કંપનીનાં વિવિધ સ્થળો પર તપાસ ચાલી રહી છે. જેમાં એસ્ટ્રલ પાઈપ્સનાં 40 ઠેકાણાં પર આ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાંથી અમદાવાદમાં 25 અને ગુજરાત બહારનાં 15 સ્થળનો સમાવેશ થાય છે. અમદાવાદ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં મોટે પાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતાઓ રહેલી છે.
- અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગના દરોડા, જાણીતી કંપનીઓ એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણી મેટલ્સના ચેરમેનને ત્યાં તવાઈ
- શહેરના 25 સ્થળ અને રાજ્ય બહારનાં 15 સ્થળે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
- ઈન્કમટેક્સ વિભાગના 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા
- આ સર્ચ ઓપરેશનમાં મોટે પાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા