• ખેડૂતનો એક વિચાર હજારો પંખીઓનું રક્ષણ કરશે
  • જેતપુરના નવી સાંકળી ગામના ખેડૂતે 2500 માટલાનું અદ્દભૂત પંખી ઘર બનાવ્યું
  • ખેડૂત ભગવાનજી એ 20 લાખના ખર્ચે ચબૂતરો તૈયાર કર્યો

 WatchGujarat.ખેડૂત એટલે અન્નાદાત્તા, માત્ર અન્નાદાત્તા જ નથી. મુંગા અને અબોલા પશુ-પંખીઓને પોતાના જીવની જેમ સાચવતો એક સેવાભાવી જીવ. આજે વાત કરીએ એક એવા ખેડૂતની કે જેને ખેતરમાં બેઠા-બેઠા એક વિચાર આવ્યો અને બનાવી નાખ્યું ગુજરાતમાં ક્યાંય ન હોય તેવું પંખી ઘર.

હાલ વઘતી જતી મોંઘવારીમાં લોકોને પાણીની પરબ માટે બે પાણીનાં માટલા મૂકવા હોય તો પણ વિચાર કરે છે પરંતુ રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકાનાં નવી સાંકળી ગામે ભગવાનજી ભાઇ નામના ખેડૂતે એવુ કામ કરી બતાવ્યું કે જે જોઇને દિલ ખુશ થઇ જશે. નવી સાંકળી ગામના ખેડૂત ભગવાનજી ભાઇ એક વખત પોતાની વાડીએ બેઠા હતા ત્યારે વિચાર આવ્યો કે શિયાળો ઉનાળો અને ચોમાસામાં માણસ તો પોતાની રહેવાની વ્યવસ્થા કરી લે છે પરંતુ ભારે વરસાદમાં અબોલા મુંગા પંખીનું શું થતુ હશે. તેથી તેઓને થયુ મુંગા પંખીઓ માટે કંઇક કરવુ જોઇએ.

જેથી પોતાની કોઠાસુઝથી એક આકર્ષક ડિઝાઇન બનાવી અને 2500 પાકા માટલા બનાવડાવ્યા,માટલા પણ પાકા જે ક્યારેય તૂટે નહીં. ગ્રામ પંચાયતે આપેલા પ્લોટમાં પોતાની કોઠાસૂઝ મુજબ કામ કરવાનું શરૂ કર્યું. જેમાં અસલ ગેલનેનાઇઝનાં બોરનાં પાઇપથી ગોળ આકારની માટલા રાખવા માટે બાઉનડરી બનાવી. જેમાં માટલા બાંધવા માટે સ્ટીલના વાળાનો ઉપયોગ કર્યો, જે ક્યારેય તૂટે નહીં, ચોમાસામાં જો વિજળી પડે તે માટે ખાસ વિજળી તાર બનાવેલ જેથી અંદર બેસેલ પંખીને કંઇ થાય નહીં. ભગવાનજીભાઇ એ પોતે અને તેમના પુત્રો તેમજ ગ્રામજનો અને મિત્રો દ્વારા માટલા ડિઝાઇન મુજબ માટલા રાખવાનું શરૂ કર્યું અને 1 વર્ષની અથાગ મહેનત બાદ આખરે 2500 માટલાનું અદભુત પંખી ઘર બનીને તૈયાર થયું.

મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ ભગવાનજીભાઇએ માટલા ઘરની અંદર પંખી માટે અમરનાથ ગુફા પણ બનાવી છે.

-જ્યાં ભગવાન શિવની સ્થાપના કરવામાં આવશે.
-આ મંદિર ફક્ત પંખીઓ માટે જ બનાવવામાં આવ્યું છે.
-પંખીને ચણ અને પાણી માટે કુંડા પણ બનાવ્યા છે
-20 લાખનાં ખર્ચે આ અદભુત પંખી ઘર બનાવ્યું
-10 દસ હજાર પંખીઓ આરામ કરી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વઘતી જતી ટેકનોલોજીથી માણસ તો સુખ સગવડવાળુ જીવન જીવતા થયા છે પરંતુ જેની અસર મુંગા પશુ-પંખીઓ પર પડી રહી છે. આજના કોંક્રીટના જંગલમાં પંખીઓને રહેવા માટે એક માળા બનાવવો મુશ્કેલ બની રહ્યો છે ત્યારે ભગવાનજીભાઇનું આ સરાહનીય કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud