• ડી નાઇન સિંહણે એક સાથે પાંચ સિંહ બાળને જન્મ આપ્યો.
  • આ પહેલા ડી નાઇન સિંહણે 3 સિંહ બાળને જન્મ આપ્યો હતો.
  • ડી નાઇન સિંહણ કુલ 8 સિંહ બાળની માતા બની
  • અહીં 1 વર્ષમાં જન્મનાર સિંહ બાળની સંખ્યા 24 એ પહોંચી

WatchGujarat.જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાંથી પ્રાણી પ્રેમીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. અહીં ભાગ્યે જ બનતી ઘટના બની છે.સંત, સૂરા અને સિંહની ભૂમિ તરીકે વિખ્યાત અને ગુજરાતને જ નહીં પણ વિશ્વભરના પ્રાણી સંગ્રહાલયોને જેની પાસેથી એશિયાટિક લાયનની અપેક્ષા હોય છે, તેવા સક્કરબાગ ઝૂમાં એક સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપ્યો છે. આ સમાચારને કારણે પ્રાણી સંગ્રહાલયમાં કામ કરતા ઝૂ સ્ટાફના કર્મચારીઓ તેની ઉજવણી કરી રહ્યાં છે. આ જ સિંહણને ત્યાં અગાઉ ત્રણ સિંહબાળનું પારણું બંધાયું હતું અને હવે ખુશીના સમાચાર એ છે કે આજ સિંહણે વધારે પાંચ સિંહબાળને જન્મ આપતા આંકડો 8 સુધી પહોંચી ગયો છે.

બીજી મહત્વની વાત એ છે કે આ સાથે સક્કરબાગમાં 1 વર્ષમાં જન્મનાર સિંહ બાળની સંખ્યા 24 એ પહોંચી છે. 1 વર્ષમાં એનીમલ એક્ષ્ચેન્જ હેઠળ 9 સિંહને અન્ય સ્થળે મોકલાયા છે.આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના RFOએ જણાવ્યું હતું કે, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ડી નાઇન સિંહણ અને એ વન સિંહના મેટીંગથી મંગળવારે વ્હેલી સવારે 5 સિંહ બાળનો જન્મ થયો છે.સૂર્ય ઉગે તે પહેલા જ ડી નાઇન સિંહણ પાંચ સિંહ બાળની માતા બની હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ડી નાઇન સિંહણ અને એ વન સિંહ બન્ને વર્ષો પહેલા સક્કરબાગમાં જન્મ્યા હતા.ખાસ કરીને એકી સાથે 5 સિંહ બાળનો જન્મ થાય તેવી ઘટના ભાગ્યે જોવા મળતી હોય છે. આ ઘટના એમાંની એક છે.આ સાથે જ એક વર્ષમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 24 સિંહ બાળનો જન્મ થયો છે. સામે એનીમલ એક્ષ્ચેન્જ હેઠળ એક વર્ષમાં 6 સિંહ પટના અને 3 દિલ્હી મળી કુલ 9 સિંહોને અન્ય સ્થળે મોકલાયા છે. પ્રશાસન માટે આ ખૂબ જ મોટી ઘટના કહેવાય છે માટે એક સાથે પાંચ પાંચ સિંહબાળના જન્મથી સક્કરબાગ ઝૂ આનંદમાં તબ્દિલ થઈ ગયું છે

Facebook Comments Box

Videos

Our Partners