• કમિશનરનું આવું વર્તન કેટલા અંશે યોગ્ય ?
  • સમસ્યાનું સમાધાનનાં બદલે આવું ગેરવર્તન કમિશનરને શોભો ?
  • સમસ્યાનો ઉકેલ કરવાના બદલે કમિશનરે કરેલા વર્તનને લઈ સવાલો ઉઠ્યા

WatchGujarat. રાજ્યની નવી સરકાર લોકોના પ્રશ્નો સાંભળીને સમસ્યા લાવવા માટે પ્રયત્ન કરે છે.ખુદ મુખ્યમંત્રી સામાન્ય લોકોને પ્રશ્નો સાંભળે છે.જ્યારે એક બાજુ સરકાર લોકો સુધી કઇ રીતે પહોંચી શકાય તેના પ્રયાસમાં છે તો બીજી તરફ તેનાથી વિપરીત જૂનાગઢના પાલિકા કમિશ્નર વર્તી રહ્યા છે.જૂનાગઢ મનપા કમિશનર કચેરીમાં ખુદ કમિશનર જ આપો ખોઇ બેઠા જેનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે.મળતી માહિતી મુજબ જૂનાગઢ શહેરમાંથી મનપા દ્વારા લારી અને ગલ્લા દૂર કરાતા લારીધારકો મનપા કમિશનર સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા. આ જ સમયે કમિશનરે અરજદારને નીચા અવાજે વાત કરવાનું ‘યુ ગેટ લોસ્ટ’ એટલે કે ત્યાંથી ચાલ્યા જવા કહ્યું હતું. કમિશનરનો આ વીડિયો વાઈરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

જૂનાગઢ શહેરમાંથી લારી-ગલ્લા દૂર કરાતા લારી અને ગલ્લાના સંચાલકો આજે મનપા કચેરીમાં આવ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો. ભારે વિરોધ બાદ લારી-ગલ્લા ધારકોના પ્રતિનિધિઓ કમિશનર કચેરીમાં મુલાકાત માટે પહોંચ્યા હતા. એક પ્રતિનિધિ દ્વારા ઊંચેથી બોલાઈ જતા કમિશનર રાજેશ તન્નાને ગુસ્સો આવ્યો હતો. કમિશનરે કહ્યું હતું કે, ‘મને કાનમાં બીમારી નથી, આજ પછી આવો ત્યારે ધીમે બોલવાનું’. આ સમયે અરજદારે દલીલ કરતા કમિશનરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને કમિશનરે પોતાનો હાથ પોતાના ટેબલ પર પછાડી ઉભા થઈ ગયા હતા અને ‘યુ ગેસ્ટ લોસ્ટ’ કહી સુરક્ષા જવાનોને અરજદારને બહાર લઈ જવા કહ્યું હતું. આટલું જ નહીં કમિશ્નર ફોન કરે છે અને કહે છે એસ.પી. ને સોંપી દો. ફરિયાદ નોંધાવો.આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

શાંતિથી નિયમ મુજબ રજૂઆત કરવા આવેલા લારી-ગલ્લા ધારકોની રજૂઆત સાંભળી સમસ્યાનો ઉકેલ કરવાના બદલે કમિશનરે કરેલા વર્તનને લઈ સવાલો ઉઠ્યા છે.હવે આ મામલે સંવેદનશીલ સરકાર શું પગલાં લે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud