• કાચો ચિઠ્ઠો ખોલવા પોલીસે ધર્માંતરણ કરાવનાર 4 મુસ્લિમ કટ્ટરપંથીઓને પૂછપરછ માટે ઉઠાવ્યા
  • વિદેશથી ફંડ મોકલી ફક્ત ધર્માંતરણ કરાયું છે કે દેશ વિરોધી અન્ય પ્રવૃત્તિ પણ તપાસનો વિષય : SP રાજેન્દ્રસિંહ ચુડાસમા
  • ભરૂચના અન્ય ગામોમાં પણ ધર્માંતરણ કરાવાયું છે કે નહીં અને અન્ય કેટલા મુસ્લિમ આરોપી સંડોવાયેલા તેની તપાસ
  • ભરૂચ પોલીસે કટ્ટરપંથીઓની સિન્ડિકેટના અન્ય 5 આરોપીઓને શોધવા 3 ટીમો બનાવી

WatchGujarat. ભરૂચ જિલ્લાના આમોદના કાંકરિયા ગામના 37 પરિવારના 130 જેટલા આદિવાસીઓને મુસ્લિમ બનાવવાના ષડયંત્રમાં DYSP કક્ષાએ તપાસ ચાલી રહી છે. ધર્માંતરણમાં સંડોવાયેલા 9 આરોપીઓ પૈકી 4ને પોલીસની ટીમોએ ઝડપી પાડ્યાં છે. પોલીસ દ્વારા તેમની પુછપરછ કરાઇ રહી છે. જોકે હજી સુધી આરોપીઓએ આ સમગ્ર સંવેદનશીલ ષડયંત્ર અંગે કાચો ચીઠ્ઠો ખોલ્યો નથી.

ભરૂચ જિલ્લા પોલીસ વડા DSP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ધર્માંતરણના સંવેદનશીલ અને ગંભીર મુદ્દે જણાવ્યું છે કે, ફક્ત ધર્માંતરણ જ હતું કે વિદેશથી ફંડ મોકલી દેશ વિરોધી અન્ય પ્રવૃત્તિ થઈ રહી હતી તેની પણ તપાસ થશે. આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ થશે. સાથે જ હાલના 9 આરોપી સિવાય બીજા પણ અન્ય આરોપી છે કે નહીં તે તપાસનો હાલ વિષય છે. આમોદ પોલીસ મથકે ગેરકાયદે રીતે હિન્દુ સમાજના ગરીબ વસાવા લોકોને ઘર, મકાન, રાશન, ધંધો-રોજગાર, શિક્ષણ, લગ્ન કરાવી આપવાની લાલચે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા અંગેની નોંધાયેલી ફરિયાદમાં DYSP એમ.પી. ભોજાણીએ તપાસ હાથ ધરી છે.

આ માટે 3 અલગ અલગ ટીમો બનાવાઈ છે. ધર્માંતરણમાં સામેલ 9 પૈકીના 4 આરોપીઓ ઐયુબ બરકત પટેલ, ઇબ્રાહિમ પુના પટેલ, અબ્દુલ અઝીઝ પટેલ તેમજ યુસુફ જીવન પટેલની ધરપકડ કરી તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. હજી સુધી આરોપીઓએ કોઈ ફોડ પાડ્યો નથી.

આમોદના બેકરીવાલા બંધુ મુખ્યસુત્રધાર

હિન્દુ સમાજના ગરીબ પરિવારોનું ગેરકાયદે ધર્માંતરણ કરાવવાના ષડયંત્રમાં આમોદના બેકરીવાલા બંધુ એટલે કે શબ્બીર બેકરીવાલા અને સમજ બેકરીવાલા મુખ્યસુત્રધાર હોવાનું મનાઇ રહ્યું છે. બેકરીવાલા બંધુઓએ પહેલાં અજીત છગન વસાવાને ભોળવી તેનું અબ્દુલ અઝીઝ પટેલના નામે ધર્માંતરણ કરાવ્યુ હોવાની વિગતો મળી રહી છે. જે બાદ અબ્દુલ અઝીઝે અન્ય લોકોનું ધર્માંતરણ કરાવ્યું હતું.

ઇકો કારમાં ગામના 7-8 લોકોને સૂરત લઇ જઇ મુસ્લિમ નામે આધારકાર્ડ બનાવી અપાતા

આમોદના કાંકરિયા ગામે છેલ્લાં ઘણા વર્ષોથી એકલ-દોકલ લોકોનું ધર્માંતરણ કરાવાતું હોવાનું અને છેલ્લાં 5-6 વર્ષથી પ્રવૃત્તિ વધુ તેજ બની હોવાનું જાણવા મળી રહ્યું છે. ગામના 7 કે 8 લોકોને ઇકો કારમાં સૂરત લઇ જઇ તેમના મુસ્લિમ નામો સાથે આધારકાર્ડ બનાવી આપવામાં આવતાં હોવાની વિગતો પણ સામે આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud