કોડીનારનાં એક શ્રમિક પરિવારની દીકરી મનીષાવાળા ભારતનું પ્રતિનિધિત્વ કરશે
ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમાં 60 વેઇટ કેટેગરીમાં ક્વોલીફાય થઇ
હાલ મનિષા વાળા વડોદરામાં તાલીમ મેળવી રહી છે
Watchgujarat.અમુક લોકો કહેતા હોય છે સપનાં એવા જોવા જોઇએ જે પુરા કરી શકો.જ્યારે અમુક લોકો એવા સપનાં જોતા હોય છે જે કોઇ પણ મુશ્કેલીમાં પૂરા કરીને બતાવતા હોય છે. આવું જ કરી બતાવ્યું ગીર-સોમનાથ જિલ્લાનાં કોડીનારનાં એક શ્રમિક પરિવારની દીકરીએ. સપનાઓ સાથે સમાધાન ન કરીને લક્ષ્ય પ્રાપ્તિ માટે સંઘર્ષ કરી ઓપન ઇન્ટરનેશનલ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
મળતી માહિતી મુજબ ગીર-સોમનાથ જિલ્લાનાં કોડીનારનાં એક શ્રમિક પરિવારમાંથી આવતી દીકરી મનીષા વાળા આયર્લેન્ડનાં ડબલીનમાં માર્ચ-2022માં યોજાનાર ઓપન ઇન્ટરનેશનલ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તે કિક બોક્સિંગનાં ઓપન ઈન્ટરનેશનલ વર્લ્ડ કપમાં 60 વેઇટ કેટેગરીમાં ક્વોલીફાય થઇ છે. હાલ મનિષા વાળા વડોદરામાં તાલીમ મેળવી રહી છે.
મિડીયા સાથે વાત કરતાં મનીષા વાળાએ જણાવ્યું હતું કે મને બાળપણથી જ રમત-ગમત પ્રત્યે ખૂબ લગાવ હતો. જે શોખ મને આજે આ મુકામ પર લાવ્યો છે. પરિવારની વિપરીત પરિસ્થિતી હોવા છતાં મારા પિતા સિમેન્ટ ફેક્ટરીમાં એક મજુર તરીકે કામ કરે છે. સ્પોર્ટસમાં આગળ વધવા પાછળ પિતા જગદિશભાઈ અને માતા પ્રાંચીબેનનો મહત્વનો ફાળો રહ્યો છે. સપનાઓ સાથે સમાધાન નહિં, લક્ષ્ય પ્રાપ્તિ માટે સંઘર્ષ કરતાં રહો, એક દિવસ પરિણામ તમારા પક્ષમાં હશે.
હાલ રાજ્ય સરકારની ખેલ પ્રોત્સાહક નીતિના પગલે સ્પોટ્સમાં કારકિર્દી બનાવવાંની દિશામાં ગુજરાતનું યુવાધન આગળ વધ્યું છે. ત્યારે મને આંતરરાષ્ટ્રીય કક્ષાના કોચ મળવા મુશ્કેલ હતા. પરંતુ હાલ સિદ્ધાર્થ ભાલેગરે દ્વારા મને કોચિંગ મળી રહ્યું છે. અને તેઓ કિક બોક્સિંગમાં ખ્યાતિ પ્રાપ્ત કોચની સાથે સારા ખેલાડી પણ રહી ચૂક્યાં છે.
અત્રે ઉલ્લેખનીય ઓપન ઇન્ટરનેશનલ વર્લ્ડ કપમાં 60 વેઈટની કેટેગરીમાં ક્વોલીફાઈ થવાં માટે ઓગસ્ટમાં ગોવાનાં દયાનંદ બદોંગર ક્રીડા સંકુલ પેડેમ ખાતે સીનીયર નેશનલ કીક બોસ્સિંગનાં કેમ્પમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેના આધારે હિમાચલ પ્રદેશનાં ઈન્દીરા ગાંધી સ્ટેડિયમ ખાતેનાં ઈન્ડિયા કેમ્પમાં સામેલ થતાં આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ આપવામાં આવી હતી