watchgujarat: Lemon Rate Hike: પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ હવે સામાન્ય માણસ ગરમીથી રાહત મેળવવા માટે લીંબુ પાણી પણ પી શકે તેમ નથી. લીંબુના ભાવ પણ હવે લોકોની પહોંચની બહાર થઈ રહ્યા છે. લીંબુના ભાવમાં અચાનક વધારો થતા લોકોએ લીંબુનો વપરાશ ઓછો કરી દીધો છે. સામાન્ય દિવસોમાં 50 થી 100 રૂપિયે કિલો મળતા લીંબુના ભાવમાં છેલ્લા એક સપ્તાહથી વધારો થતા કીલોનો ભાવ રૂા.200 થી રૂા. 300 એ પહોચ્યો છે. ઉનાળામાં વધતા તાપમાન વચ્ચે લીંબુની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે ઘણી જગ્યાએ લીંબુનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. જે હાલ તો મહિલાઓનું બજેટ ખોરવાયું જોવા મળી રહ્યું છે.
આલમ એ છે કે ઘણી જગ્યાએ માત્ર એક લીંબુ 10 રૂપિયામાં મળે છે. સુરતમાં પણ લીંબુના ભાવમાં ઘણો વધારો થયો છે. “એક શાકભાજીના જથ્થાબંધ વેપારીએ અહેવાલ આપ્યો કે ગયા વર્ષે, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચક્રવાત દરમિયાન, લીંબુના છોડને ભારે નુકસાન થયું હતું. દેશી લીંબુની આવક બંધ થતાં હવે અન્ય રાજ્યમાંથી લીંબુ આવતા હોવાથી પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થતા ટ્રાન્સપોર્ટેશન વધતા લીંબુના ભાવમાં વધારો થયો છે.
Gujarat | Lemon price hike due to shortage in supply and high demands during summer, in Surat
"The price of lemon has increased extensively because of the huge damage to lemon plants during cyclone last year in Andhra Pradesh, Maharashtra & Gujarat," said a vegetable wholesaler pic.twitter.com/hqsSPOdNk7
— ANI (@ANI) April 8, 2022
દિલ્હીના બજારમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. નોઈડામાં લીંબુ 250 થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. કેટલાક દુકાનદારોનું કહેવું છે કે મંડીઓમાં જ લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, ગયા અઠવાડિયે જે લીંબુ રૂ. 200 પ્રતિ કિલો વેચાતું હતું તે હવે રૂ. 250ને પાર કરી ગયું છે. આ તરફ લોકોનું કહેવું છે કે, ગરમીનો પારો જે રીતે વધી રહ્યો છે એ રીતે લીંબુનો વપરાશ પણ વધે છે. લીંબુ પાણી ગરમીમાં અકસીર સાબિત થતું હોય છે ત્યારે બળબળતી ગરમીમાં લીંબુના શરબત પણ જાણે સૌથી મોંઘા પીણું બની ગયા છે.
દિલ્હીમાં લીંબુનો ભાવ 350-400 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે નોઈડાના બજારમાં અઢીસો ગ્રામ 80-100 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ગાઝીપુરના શાક માર્કેટમાં દુકાનદારોને 250 રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવી રહ્યા છે, જે બાદ ગ્રાહકોને બજારમાં 300 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. જો કે બજારમાં બે પ્રકારના લીંબુ પણ વેચાઈ રહ્યા છે, પહેલું લીલું લીંબુ જેની કિંમત 300 રૂપિયા છે અને બીજું પીળું લીંબુ 360 પ્રતિ કિલો રૂપિયા વેચાઈ રહ્યું છે.
ભોપાલમાં લીંબુ 300 થી 400 રૂપિયા પ્રતિ કિલો, જયપુરમાં 350 થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. જયારે, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ આ જ સ્થિતિ પ્રવર્તે છે, જ્યાં લીંબુનો ભાવ 300 થી 350 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. લખનૌમાં લીંબુનો ભાવ 250 રૂપિયા પ્રતિ કિલો અને રાયપુરમાં 200 થી 250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.