હાલના સમયમાં વજન વધવાની સમસ્યા ઘણી વધી રહી છે, સાથેજ પેટની ચરબી પણ વધે છે જેને લઈને ઘણા લોકો જાત જાતના ઉપાયો કરતા હોય છે. પણ તે તમારી પેટની વધતી ચરબીની સમસ્યા દૂર નથી કરી શકતા. તે લોકો મેહનત પણ ઘણી કરતા હોય છે પણ વજન ઊતરતું નથી. જેનું સૌથી મોટું કારણ આહાર પદ્ધતિ યોગ્ય ન હોવાનું છે. લોકો કસરત તો કરે છે પરંતુ ખોરાક પર ધ્યાન રાખતા નથી. શરીરની ચરબી ઘટાડવા અને વજન ઓછું કરવા માટે સારી આહાર પદ્ધતિ હોવી ખૂબ જ જરુરી છે. તમે આરોગ્યપ્રધાન ખોરાકની સાથે આરોગ્યપ્રદ પીણાનું પણ સેવન કરી શકો છો. તે તમારા આરોગ્યનું ધ્યાન રાખવાની સાથે સાથે ચરબી ઘટાડતા ડ્રિન્ક તરીકે કામ કરશે.

પેટની ચરબીને ઓછી કરવા અને વજનને નિયંત્રણમાં લાવવા માટે તમે આદુ-લીંબુના ડ્રિન્કનું સેવન કરી શકો છો. દરરોજ પોતાના દિવસની શરૂઆત આ ડ્રિન્ક સાથે જ કરો. તેનાથી વજન ઓછું થશે, સાથોસાથ શરીરમાંથી ઝેરી કચરો પણ બહાર નિકળી જશે. તમારી ખોરાક લો કાર્બ સાથે હાઈ પ્રોટીનવાળો હોય તેનું પણ ખાસ ધ્યાન રાખો.
આદુ-લીંબુનું પાણી બનાવવાની સામગ્રી

અડધું લીંબુ(Lemon)
અડધી ચમચી છીણેલું આદું(Ginger)
સ્વાદ અનુસાર મધ(Honey)

રસ બનાવવાની પદ્ધતિ

એક ગ્લાસ નવશેકું પાણી લો. તેમાં લીંબુનો રસ અને આદું નાખીને તેનું વ્યવસ્થિત મિશ્રણ કરો. ત્યારબાદ પાંચ મિનિટ સુધી રાખી મુકો. હવે તેમાં મધ નાંખીને તેનું સેવન કરો.

શરીર પર આવી રીતે કામ કરશે આદુ-લીંબુનું પાણી
લીંબુના રસમાં વિટામિન સી હોય છે. જે શરીરની ચરબીને ઓગાળવામાં માટે મદદરૂપ થાય છે. લીંબુનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આ સાથે આદુમાં જોવા મળતા તત્વોના કારણે મેટાબોલિઝમ વધતા શરીરની સ્થૂળતા ઓછી કરવામાં મદદ મળે છે. આ રસમાં કેલરી હોતી નથી. આવામાં વજન કંટ્રોલમાં રહે છે અને પેટની ચરબી વધતી નથી.

નોંધ :-આ જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે, અમે તેની કોઈ પુષ્ટિ કરતા નથી અમલમાં મુક્ત પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud