WatchGujarat. LIC ના વિનિવેશ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સરકારે આ સૂચિત મેગા ઇનિશિયલ પબ્લિક ઑફર (IPO) માટે વેપારી બેન્કરો અને કાનૂની સલાહકારોના ટેન્ડર મંગાવ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એસેટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ (DIPAM) હિસ્સેદારીના વેચાણમાં સલાહ અને સહાય આપવા માટે 10 વેપારી બેન્કરો અને એક કાનૂની કંપનીની નિમણૂક કરશે. DIPAM દ્વારા જારી કરવામાં આવેલી એક નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા આમંત્રિત કરાયેલા ટેન્ડરના જવાબમાં બિડ 6 ઓગસ્ટ સુધી બોલી લગાવવામાં આવી શકે છે.
ગયા અઠવાડિયે કેન્દ્રીય કેબિનેટે LIC ની પ્રારંભિક જાહેર ઑફર લાવવા સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. હવે આ સૂચિત IPO ના ઇશ્યુ કદ, દરેક શેરના નિર્ણય અને સમયનો નિર્ણય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી કમિટી કરશે.
LIC નો IPO છે ખૂબ જ મહત્વનો
સરકારના વિનિવેશ લક્ષ્યાંકને પહોંચી વળવા LIC ની લિસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વિનિવેશ દ્વારા 1.75 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સરકાર આ નાણાં મુખ્યત્વે લઘુમતી હિસ્સો વેચાણ અને ખાનગીકરણ દ્વારા એકત્ર કરશે.
સરકાર 1.75 લાખ કરોડ રૂપિયાના વિનિવેશ લક્ષ્યાંકમાંથી 1 લાખ કરોડ રૂપિયા પબ્લિક સેકટર બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં સરકારના હિસ્સાના વેચાણ દ્વારા એકત્ર કરશે. બાકીના 75,000 કરોડ રૂપિયા CPSE કંપનીઓના વિનિવેશ (ડિસઇન્વેસ્ટમેન્ટ) દ્વારા એકત્ર કરવામાં આવશે.
ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં સરકારે 7,500 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. કેન્દ્ર સરકારે આ રકમ એક્સિસ બેંકમાં SUUTI સ્ટેકના વેચાણ અને NMDC ના OFS ના દ્વારા આ રકમ ભેગી કરી લીધી છે.
આવતા વર્ષ સુધીમાં આવી શકે છે જાહેર (પબ્લિક) ઑફર
ગયા અઠવાડિયે એક અધિકારીએ આ માહિતી આપી હતી કે LIC ના IPO ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં આવી શકે છે. LIC IPO ના ઇશ્યુ કદના 10 ટકા સુધી પોલિસીધારકો માટે અનામત તરીકે રાખી શકાય છે. આ સૂચિત જાહેર ઓફર માટે સરકારે એલઆઈસી એક્ટમાં જરૂરી કાયદાકીય સુધારા કર્યા છે. જયારે, IPO પૂર્વ ભાગીદારી સલાહકાર માટે ડેલોઇટ અને એસબીઆઈ કેપ્સની નિમણૂક કરવામાં આવી છે.