ઢોર નહી પકડવા માટે પાલિકાનો લાંચીયો કર્મી રૂ.2300/- નો હપ્તો માંગતો હતો
જો હપ્તો ના આપે તો ખોટી રીતે ઢોર પુરી દઇ હેરાન પરેશાન કરતો હતો
જાગૃત નાગરિકને એસીબીને જાણ કરતાં રંગે હાથે ઝડપી પાડ્યો
Watchgujarat.શહેરમાં રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ વધ્યો છે ત્યારે શહેરમાં કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી પણ કરવામાં આવે છે પરંતુ આ કામમાં પણ લાંચ માફીયાઓ લાંચ લેવા માટે એક મોકો છોડતા નથી.સાથે સાથે ઢોર પકડનાર ખોટી રીતે લોકોને હેરાન કરતા હોવાના કિસ્સા પણ સામે આવે છે. હાલમાં જ અમદાવાદ એસીબીએ એક ઢોર પકડનારને લાંચ માંગતા ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે. આ મામલામાં ફરીયાદી પશુપાલનનો ધંધો કરે છે. અને જ્યારે આરોપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં C.N.C.D વિભાગ વર્ગ -4નાં ઢોર પકડનાર મજુર આરોપી સત્તારભાઇ દાઉદભાઇ સૈયદ ઢોર પકડવાની ગાડીમાં ફરજ બજાવે છે. પાલિકાના કર્મીએ ફરીયાદીનાં ઢોર નહી પકડવા માટે દર મહીને રૂ.2300/- નો હપ્તો માંગ્યો હતો. અને જો પૈસા ના આપે તો ખોટી રીતે ફરીયાદીનાં ઢોર પુરી દઇ આરોપી સત્તારભાઇ દાઉદભાઇ સૈયદ હેરાન પરેશાન કરતો હતો. પરંતુ આ મામલે ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાને કારણે એન્ટી કરપ્શન બ્યુરો કચેરીનો સંપર્ક કર્યો હતો. સંપર્ક કરતાં એસીબીએ ફરિયાદીની ફરિયાદ નાં આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતુ. આ છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ માંગી સ્વીકારી ત્યારે ઝડપી પાડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. એક જાગૃત નાગરિકનાં કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના મંજૂર લાંચ લેતા ઝડપાયો હતો. ત્યારે આવા લાંચીયાઓને રોકવા માટે નાગરિકોએ સજાગ રહેવુ ખૂબ જરૂરી છે. એક તરફ પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડી પાડવા માટે રાજ્યભરમાં ટીમો કાર્યરત કરાઇ છે. ત્યારે અમદાવાદમાં પાલિકાના કર્મીઓ માટે રખડતા ઢોર પકડવાની કામગીરી કમાણીની તક સમાન છે. આવા કર્મીઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.