• અંકલેશ્વરમાં 9 અને ભરૂચમાં એક જ દિવસમાં 7 કેસ નોંધાયા
  • ભરૂચ જિલ્લામાં કોરોનાએ ફરી રફતાર પકડતા 18 દિવસમાં જ એક એક્ટિવ કેસથી આંકડો અડધી સદી વટાવી ગયો
  • ગત 12 ડિસેમ્બરે ભરૂચ જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ આવ્યો હતો

Watchgujarat.ભરૂચ જિલ્લો ફરી કોરોનનાં ભરડામાં આવી ગયો હોય તેમ GJ16 માં સોમવારે સાગમટે કોરોના પોઝિટિવના 16 કેસ નોંધાયા હતા. આ સાથે જ 18 દિવસમાં એક્ટિવ કેસનો આંક ફિફટી વટાવી 61 થઈ ગયો છે. સંભવત ત્રીજી લહેરની આલબેલ વચ્ચે હવે આમ લોકોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે.

ગત 12 ડિસેમ્બરે ભરૂચ જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ આવ્યો હતો. જે બાદ એક તરફ ચાલતા વેકસીનેશન વચ્ચે જાહેર મેળાવડા, સરકારી, રાજકીય કાર્યક્રમો, સંમેલન, ચૂંટણીઓ અને જનજીવનની દોડધામ વચ્ચે કોરોનાએ પણ રફતાર પકડવાની શરૂ કરી દીધી હતી.

રવિવારે ભરૂચ જિલ્લા કોરોનાના 9 કેસ નોંધાયા હતા. તો આજે સોમવારે કોરોના પોઝિટિવ કેસનો આંકડો ડબલ ડિજિટમાં આવ્યો હતો. સોમવારે સાગમટે GJ 16 ભરૂચમાં કોરોનાના 16 કેસ નવા આવી જતા તંત્ર અને લોકોની મુસીબતો આગામી સમયમાં વધવાની આલબેલ પોકારી રહ્યો છે. વીતેલા 18 દિવસમાં જ એક્ટિવ કેસનો કુલ આંક વધીને 61 ઉપર પહોંચી ગયો છે. જે નવા વેરિયન્ટ ઓમિક્રોની આફત વચ્ચે ત્રીજી લહેર સામે સાવધાન કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

સોમવારે નવા 16 કોરોનાના કેસમાં ભરૂચમાં 7 અને અંકલેશ્વરમાં 9 કેસ નોંધાયા છે ત્યારે હવે કોરોનાને આગળ વધતો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને પદાધિકારીઓ શુ પગલાં ભરે છે તે જોવું રહ્યું. કોરોનાને અટકાવવા માટે જિલ્લાની પ્રજાએ પણ ફરીથી ફરજીયાત માસ્ક, સેનેટાઇઝર, ભીડભાડમાં બને તેટલું જવું ટાળવું અને સોશ્યલ ડિસ્ટન્સની ગાઈડલાઈનનું પોતે પણ પાલન કરવું પડશે અને અન્યોને પણ તેના કડક પાલન માટે ફરજ પાડવી પડશે. બાકી સ્થિતી હજી દિવસે દિવસે બગડતા વાર નહિ લાગે તે ચોક્કસ જ જણાઈ રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud