• બોલ્ટ નાકમાં ખુબ અંદર ફસાઈ જતા કાઢવો ખુબ મુશ્કેલ બન્યો હતો
  • દૂરબીન વડે બાળકનાં નાકમાં જમણી બાજુ ફસાયેલ આ મેટલનો બોલ્ટ મિનિટોમાં કાઢી આપ્યો
  • ડોક્ટરે બાળકને નવજીવન આપ્યું, જેને પગલે માતા-પિતાએ આભાર માન્યો હતો
Watchgujarat.શહેરનાં વિદ્યાનગર રોડ સ્થિત ડો. હિમાંશુ ઠક્કરની હોસ્પિટલ ખાતે એક વિચિત્ર કેસ સામે આવ્યો હતો. જેમાં માસુમ બાળકે રમતા રમતા નાકની અંદર મેટલનો બોલ્ટ નાખી દીધો હતો. બોલ્ટ નાકમાં ખુબ અંદર ફસાઈ જતા કાઢવો ખુબ મુશ્કેલ બન્યો હતો. જો કે આ કપરા સંજોગોમાં ડો. હિમાંશુ ઠક્કરે કુનેહ પૂર્વક દૂરબીન વડે બાળકનાં નાકમાં જમણી બાજુ ફસાયેલ આ મેટલનો બોલ્ટ મિનિટોમાં કાઢી આપી બાળકને નવજીવન આપ્યું હતું. જેને પગલે માતા-પિતાએ તેમનો આભાર માન્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં રહેતા મનોજ જોશીનો માત્ર 4 વર્ષીય પુત્ર મોનીત પોતાના ઘરમાં જ રમતો હતો. દરમિયાન તેણે રમતા રમત નાકની જમણી બાજુએ મેટલનો બોલ્ટ નાખી દીધો હતો. બાદમાં તેને કાઢવાનો પ્રયાસ કરવામાં આવતા બોલ્ટ ખૂબ અંદર પહોંચી ચુક્યો હતો. આ કેસની વિકટ પરિસ્થિતિએ હતી કે બાળકની ઉંંમર માત્ર 4 વર્ષ છે. જ્યારે બોલ્ટની મોટી સાઇઝ જે નાકના કાણા કરતા પણ વધારે મોટી હતી.
બોલ્ટ ઘણો મોટો હોવાથી સ્વાભાવિક રીતે તેને કાઢતી વખતે પણ નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા હતી. એટલું જ નહીં જો આ મેટલનો બોલ્ટ નાક માં પાછળ સરકીને ગળામાં ઉંતરી જાય તો અન્ન કે શ્વાસનળીમાં ફસાઈ જાય તો જીવનું જોખમ ઉંભુ થાય તેમ હતું. આ સર્વ વિકટ પરિસ્થિતિમાં પણ ડો. હિમાંશુ ઠક્કરે ખુબ જ કાળજી પૂર્વક દૂરબીન વડે મેટલનો બોલ્ટ નાકમાંથી ગણતરીની મિનિટોમાં બહાર કાઢી આપ્યો હતો. જેને પગલે તેનાં બાળકને નવજીવન મળતા મોનીતના પિતા મનોજભાઈ જોશીએ ડો. હિમાંશુ ઠક્કરનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud