મહેસાણાના બહુચરાજી મંદિર ખાતે મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતાએ પોલીસ યુનિફોર્મમાં રીલ (Police Uniform Reel) બનાવતા ફરી વિવાદમાં સપડાઇ
યાત્રાધામ બહુચરાજી મંદિર ખાતે અલ્પિતા ચૌધરીને ફરજ પર મુકવામાં આવી હતી.
પોલીસ યુનિફોર્મમાં જ એક નહિ ચાર ચાર વિડિઓ બનાવતાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા
અગાઉ પોલીસ સ્ટેશનની અંદર અલ્પિતા ચૌધરીએ સિવિલ ડ્રેસમાં ટીકટોક (TikTok) વિડિઓ બનાવતા સસ્પેન્ડ કરાઇ હતી.
[caption id="attachment_1390464" align="aligncenter" width="640"] Arpita Chaudhri police constable[/caption]
WatchGujarat. ટીકટોક બાદ હવે ઇનસ્ટાગ્રામ (Instagram Reel) અને ફેસબુક રીલની બોલબોલા વધી છે. બોલીવુડના હીરો હોય કે પછી હીરોઇન તમામ હવે રીલ બનાવતા થયા છે. ત્યારે હવે ગુજરાત પોલીસની મહિલા કોન્સ્ટેબલ પણ તેમાંથી બાકાદ રહીં નથી. મહેસાણા પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબ અલ્પિતા ચૌધરી પોતાના વાયરલ વિડિઓને લઇને ફરી એક વખત વિવાદોમાં સપડાઇ છે. જોકે આ વખતે તેણીએ ફરજ દરમિયાન મંજિર પરિસરની અંદર પોલીસ યુનિફોર્મની લાજ ન જાળવી વિડિઓ બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અલ્પિતા ચૌધરી સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. જેને પગલે હવે ફરી એક વખત મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવી છે.
https://twitter.com/WatchGujarat/status/1433338744921210885?s=08
મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી અગાઉના પોલીસ સ્ટેશનના વિડિઓને લઇને ખુબ ચર્ચામાં રહીં ચૂકી છે. અલ્પિતા ચૌધરીએ ફરજ દરમિયાન પોલીસ સ્ટેશનની અંદર સીવીલ ડ્રેસમાં ટીકટોક વિડિઓ બનાવતા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાબત ઉચ્ચ અધિકારીના ધ્યાને આવતા અલ્પિતા ચૌધરીને સ્સપેન્ડ કરી દેવામાં આવી હતી. જોકે સસ્પેન્સ પાછુ લેવાતા તેમણે ફરી ફરજ પર રાખવામાં આવ્યાં હતા. જોકે આ ઘટના બાદ અલ્પિતાના સોશિયલ મીડિયા પર ફેન ફોલોર્સ પણ ખુબ વધી ગયા હતા. જેથી તેમણે સોશિયલ મીડિયા ઉપર પોતાના વિડિઓ અને ફોટો શેર કરવાનુ ચાલુ રાખ્યું હતુ. અને આજે સોશિયલ મીડિયા પર ખુબ મોટા પ્રમાણમાં તેમના ફેન ફોલોર્સ છે.
મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી હાલ મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે ફરજ બજાવે છે. તહેવારો ટાણે તેમણે પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિર ખાતે ફરજ પર રાખવામાં આવ્યાં હતા. જ્યાં તેમણે ફરજ દરમિયાન પોલીસ યુનિફોર્મમાં “ યે કાતિલ અદાએ” ગીત પર વિડિઓ ઉતારી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જોત જોતામા વિડિઓ ખુબ વાયરલ થતા અલ્પિતા ચૌધરી ફરી એક વખત વિવાદમાં સપડાઇ હતી. જેથી તેમની સામે કાર્યવાહી કરવા માગ ઉઠી હતી. જોકે ફરી એક વખત આ મામલો ઉચ્ચ અધિકારી સુધી અલ્પિતા ચૌધરીને ફરી એક વખત સસ્પેન્ડ કરવામાં આવ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે.