• ઓફલાઇન પરિક્ષાની જ જાહેરાત કરતાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો
  • વિજીલન્સ-વિદ્યાર્થીઓ સામસામે આવતા માહોલ ગરમાયો
  • યુનિવર્સિટીના સત્તાધીશોની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો હતો.
  • રાકેશ પંજાબીએ વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન પરીક્ષા ઓનલાઇન મોડલ પ્રમાણે એટલે કે M.C.Q ફોર્મેન્ટમાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ કરી

WatchGujarat.કોરોના કાળમાં તમામ સ્કૂલ અને કોલેજો સહિત યુનિવર્સિટીમાં ઓનલાઇન પરિક્ષા લેવાય હતી. હવે કોરોના કેસ નહીવત થતાં ધીમે ધીમે જનજીવન પાટા પર ચડ્યુ છે ત્યારે સ્કૂલ-કોલેજ સહિત યુનિવર્સિટીઓમાં પણ પરિક્ષા ઓફલાઇન લેવાની વિચારણા ચાલી છે .ત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ઓફલાઇન પરિક્ષાની જ જાહેરાત કરતાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. હેડ ઓફિસ પર વિજીલન્સ-વિદ્યાર્થીઓ સામસામે આવતા માહોલ ગરમાયો કારણે કે ઓનલાઇન પરિક્ષા અને ઓફલાઇન પરિક્ષાનું ફોર્મેન્ટ જુદુ હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે તેવી માહિતી સામે આવી છે.

મળતી માહિતી મુજબ આજે એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઓફલાઇન પરિક્ષાને લઇને વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીએ ઓફલાઇન પરિક્ષા લેવાની જાહેરાત કરી હતી પરંતુ જુની પરિક્ષા મુજબ ફોર્મેન્ટ હોવાથી વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓની માંગ હતી કે આ પરિક્ષા ઓનલાઇન લેવામાં આવે. કોમર્સ ફેકલ્ટીના પૂર્વ એફ.જી.એસ અને યુનિવર્સિટીના પૂર્વ યુ.જી.એસ રાકેશ પંજાબી આ વાતનો ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા. મહત્વનું છે કે છેલ્લા ત્રણ દિવસથી  આ મામલે વિરોધ ચાલી રહ્યો છે. આજે મામલો ઉગ્ર બન્યો હતો.

આજે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિજીલન્સ-વિદ્યાર્થીઓ સામસામે આવતા માહોલ ગરમાયો હતો. વિદ્યાર્થીઓએ ભારે રોષમાં નારાબાજી કરી હતી. જો કે યુનિવર્સિટીના સત્તાધીશોની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો હતો. હવે રાકેશ પંજાબીએ વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન પરીક્ષા ઓનલાઇન મોડલ પ્રમાણે એટલે કે M.C.Q ફોર્મેન્ટમાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જો આ મામલે યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી શકે છે.

Facebook Comments Box

Videos

Our Partners