• ગુજરાત આર્ટ સોસાયટીના ત્રીદિવસીય બીજા મેગા આર્ટ કેમ્પનું સાપુતારા ગાંધર્વ પુર આર્ટિસ્ટ વિલેજમાં આયોજન
  • સમગ્ર ગુજરાત તેમજ મુંબઈના કુલ 55 જેટલાં કલાકારોએ પોતાની કલાસાધનાને ઉજાગર કરી
  • કલાકારોએ પોતાના મૌલિક સર્જનથી સાપુતારાની ધરાને પોતાની કલાથી નવા રંગરૂપ દ્વારા આકારીત કરી

WatchGujarat. ગુજરાત તેમજ મુંબઈના 55 થી વધુ કલાકારોની કલાસાધનાએ સાપુતારાના ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજને કલામય બનાવ્યું છે. ગુજરાત આર્ટ સોસાયટીના ત્રણ દિવસીય બીજા મેગા આર્ટ કેમ્પમાં અહીં કેનવાસ ઉપર ભરૂચના આર્ટિસ્ટ રોહિત પટેલ સાથે સમગ્ર રાજ્ય અને મહારાષ્ટ્રના કલાકારો તેમની કલાને કેનવાસ ઉપર મૂર્તિમંત કરી રહ્યા છે.

ગુજરાતના છેવાડાના કલાકારને સાથે રાખી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મુંબઈના કલાકારોએ પોતાની કલાસંગત ઊભી કરી હતી અને મૌલિક સર્જન કરતા છેવાડાના કલાસર્જકને કલાની સાચી સમજણ આપી એક પરિવારની ભાવનાથી કલાનુ સંરક્ષણ અને સંવર્ધનના મુખ્ય ધ્યેય સાથે બીજી કાર્ય શિબિર સાપુતારાના ગાંધર્વપૂર આર્ટિસ્ટ વિલેજ ખાતે યોજી પૂર્ણતાના આરે પહોંચાડી છે. જેમાં સમગ્ર ગુજરાત તેમજ મુંબઈના કુલ 55 જેટલાં કલાકારોએ પોતાની કલાસાધનાને ઉજાગર કરી સાપુતારાની કુદરતી સૌંદર્યથી ભરપૂર ધરાને કલામય બનાવી દીધી હતી.

અમદાવાદથી મહેમાન કલાકાર તરીકે હાજર રહેલા અપૂર્વ દેસાઈએ કલાકારો સાથે કલાક્ષેત્રે ચાલી રહેલા વાદો અને પ્રભાવોની વિસ્તૃત ચર્ચા કરી હતી અને ઉત્સાહભેર ચિત્રકાર્ય પણ કર્યુ હતું. ગુજરાત આર્ટ સોસાયટીના અધ્યક્ષ વૃંદાવન સોલંકીએ દરેક કલાકારને કલા શિબિરની સફળતા માટે શુભકામનાઓ સાથે આગળના કાર્ય માટે સજ્જ થવા હાકલ કરી હતી.

મેગા આર્ટ કેમ્પમાં અમદાવાદથી મૌના પંચાલ, નાગજીભાઈ પ્રજાપતિ અને વૈશાલી ભાવસાર, અમરેલીથી જીવરાજ પડાયા અને મનોજ ચુડાસમા, આણંદથી અશોક ખાંટ, ખેડાથી કૈલાશ દેસાઈ અને અર્પણ પરમાર, ગીર સોમનાથથી અજીત ભંડેરી, છોટા ઉદેપુરથી નંદુભાઈ રાઠવા અને અજીત પટેલ, જૂનાગઢથી જયેશ ક્યાડા, ડાંગથી સૂર્યા ગોસ્વામી અને ચન્દ્રકાન્ત પરમાર.

તાપીથી અજીત ચૌધરી અને વિનોદભાઈ ચૌધરી, નવસારીથી કેશવ ટંડેલ અને મુકેશ પટેલ, પોરબંદરથી અજય ગોહેલ અને હરદેવસિંહ જેઠવા, ભરૂચથી રોહિત પટેલ, ભાવનગરથી ડો.અશોક પટેલ, જગદીશભાઈ જોષી, નિરુપમાબેન ટાંક અને રમેશભાઈ ગોહિલ, મહિસાગરથી અજય સોલંકી, મહેસાણાથી દિનુ પટેલ અને પ્રવિણભાઈ ચૌધરી.

મુંબઈ થી ગાયત્રી મહેતા, રાજકોટથી નવનીત રાઠોડ અને ઉમેશ ક્યાડા, વડોદરાથી અતુલ પડિયા, ગીતા પરમાર, ગીરીશ ખત્રી, કાંતિ પરમાર, કૃષ્ણ પડિયા, મુકુંદ જેઠવા અને વાત્સ્યા પડિયા, વલસાડથી નટુ ટંડેલ, સુરતથી ભરત પટેલ, ભાવેશ પટેલ, ચંદ્રકાન્ત પ્રજાપતિ, દિપક મહેતા, જય ગોહિલ, જયદિપ મૈસુરીયા, જીતેન્દ્રભાઈ પટેલ અને કિશોર મીસ્ત્રી, મુકેશ ધોળકિયા અને હિતેશ સુરતી આ મેગા આર્ટ કેમ્પમાં હાજર રહી પોતાના મૌલિક સર્જનથી સાપુતારાની ધરાને પોતાની કલાથી નવા રંગરૂપ દ્વારા આકારીત કરી હતી.

Facebook Comments Box

Videos

Our Partners