ગત વર્ષે રાજ્યના પોર્ટ પરથી રેકોર્ડ બ્રેકીંગ માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હતું
આજરોજ મુન્દ્રા પોર્ટ પર એન.સી.બી.ની ટીમો આવી પહોંચી
કારના જંકમાં છુપાવીને કન્ટેનરમાં અમેરિકન હેમ્પ (ગાંજા)ના 90 પેકેટ તપાસમાં ઝડપાયા
WatchGujarat. રાજ્યના પોર્ટ પર નવા વર્ષમાં પણ માદક પદાર્થો મળવાનો સિલસિલો ચાલું છે. આજરોજ નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓની ટીમે 90 પેકેટ અમેરિકન હેમ્પ ઝપડી પાડ્યા છે. આ પેકેટને સોનીપત લઇ જવામાં આવી રહ્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે. હાલ એન.સી.બી. દ્વારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
https://twitter.com/DDNewsGujarati/status/1483799453379481601?s=20
ગત વર્ષે રાજ્યના પોર્ટ પરથી રેકોર્ડ બ્રેકીંગ માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની ગણના દુનિયાના જુજ કિસ્સાઓમાં કરવામાં આવતી હતી. ત્યારે નવા વર્ષે રાજ્યના પોર્ટ પરથી માદક પદાર્થો મળી આવવાનો સિલસિલો ચાલુ જ છે. આજરોજ મુન્દ્રા પોર્ટ પર એન.સી.બી.ની ટીમો આવી પહોંચી હતી. ટિમે તપાસ કરતા કારના જંકમાં છુપાવીને કન્ટેનરમાં અમેરિકન હેમ્પ (ગાંજા)ના 90 પેકેટ તપાસમાં ઝડપાયા હતા. જે કન્ટેનરમાંથી આ ઝડપાયું તેના પર માલ્ટાનો ધ્વજ હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સના જથ્થાને સોનીપત ખાતે લઇ જવામાં આવતો હોવાની પ્રાથમિક માહિતી મળી આવી છે. હાલ આ મામલે એન.સી.બી.એ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના પોર્ટ પર ગત વર્ષે પણ મોટી સંખ્યામાં ડ્રગ્સ મળી આવ્યું હતું. અને આ સીલસીલો આજે પણ યથાવત છે.
- ગત વર્ષે રાજ્યના પોર્ટ પરથી રેકોર્ડ બ્રેકીંગ માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હતું
- આજરોજ મુન્દ્રા પોર્ટ પર એન.સી.બી.ની ટીમો આવી પહોંચી
- કારના જંકમાં છુપાવીને કન્ટેનરમાં અમેરિકન હેમ્પ (ગાંજા)ના 90 પેકેટ તપાસમાં ઝડપાયા