WatchGujarat. ટેક્નોલોજીના જમાનામાં સ્માર્ટફોનની વિશેષતા વધી રહી છે. તેમ જ બજારોમાં વિવિધ કિંમતોના સ્માર્ટફોનની ઉપલબ્ધતા જોવા મળે છે.જેમાં બજારમાં તમને જોવા મળતા સસ્તાથી સસ્તા અને મોંઘાથી મોંઘા ફોન વેચાય છે. આજના વધી રહેલા ઓનલાઇન શોપિંગના યુગમાં સ્માર્ટફોન ખરીદનારાઓ માટે વધુ વિકલ્પો આવ્યા છે.પરંતુ હજુ પણ લોકો પોતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સેકેન્ડ હેન્ડ ફોન ખરીદે છે.જેમાં કયારેક લોકો મોંઘો ફોન પસંદ ના કરતા પોતાના બજેટના પ્રમાણે જૂનો ફોન ખરીદતા હોય છે.આવી પરિસ્થિતિમા તમેં જો ઓછા પૈસામાં મોંઘા ફોનની જગ્યાએ જૂનો કે સસ્તો ફોન ખરીદો છો ત્યારે કેટલીક બાબતોની સાવચેતી રાખવી જરૂરી હોય છે. એવું ન થવું જોઈએ કે જૂનો ફોન લેવાથી તમારા માટે નફાને બદલે નુકશાન થાય.સેકન્ડ હેન્ડ સ્માર્ટ ફોન ખરીદવામાં કોઈ નુકશાન નથી પરંતુ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમને કોઈ પણ રીતે તકલીફ ન પડે.
રૂબરૂ વાત કરો
જૂનો ફોન ખરીદતી વખતે રૂબરૂ વાત કરો.જેથી કરીને તમેં ફોનની માહિતી વ્યવસ્થિત રીતે જાણી શકો.જો તમે કોઈ વેબસાઈટ દ્વારા સેકન્ડ હેન્ડ ફોન ખરીદી રહ્યા છો, તો તમારે ફોન વેચનાર વ્યક્તિ સાથે મીટિંગ કરવી જોઈએ.તમારો પ્રયત્ન એવો હોવો જોઈએ કે ફોની લે-વેચ રૂબરૂમાં થાય. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની છેતરપિંડીનો અવકાશ ઘણો ઓછો રહે છે.
ફોન પર એક નજર નાખો
ફોન પર એક નજર નાખી લેવી જરૂરી છે.સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદતી વખતે, તમારા હાથમાં લઇ ફોન ચોક્કસ જુઓ.ઓછામાં ઓછા 15 મિનિટ માટે જૂના ફોનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.આ સાથે તમે ફોનની કામગીરી, બેટરીની ક્ષમતા અને ફોન યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં તે જાણી શકશો.
ફોનના પાર્ટસ તપાસો
જ્યારે પણ તમે સેકન્ડ હેન્ડ ફોન ખરીદો છો, ત્યારે ચોક્કસપણે તેના પોર્ટ તપાસો.જેથી પાછળથી કોઈ ભાગને નુકસાન ન થાય.સેકન્ડ હેન્ડ ફોનના લુકને જોઈને ફોન ન ખરીદો.
IMEI NO ચકાસવો
આ બાબતોને પણ ધ્યાનમાં રાખવી.સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદતી વખતે, તેનું રિટેલ બોક્સ ચોક્કસપણે તમારી સાથે લો.IMEI નંબરને ફોનના વર્તમાન બિલ સાથે મેચ કરો.IMEI નંબર તપાસવા માટે, ફોનમાં *#06# ડાયલ કરો,નંબર સ્ક્રીન પર સામે દેખાશે.જો ફોન વેચનાર કહે કે ફોનનું બિલ ક્યાંક ખોવાઈ ગયું છે, તો ચોક્કસ તેની પાસેથી લેખિતમાં લો.
વર્ચ્યુઅલ પેમેન્ટ ન કરો
જુના ફોનનું ઓનલાઇન (વર્ચ્યુઅલ) પેમેન્ટ ન કરો.સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદતી વખતે વર્ચ્યુઅલ અથવા ઓનલાઈન પેમેન્ટ ન કરો.ફોન તમારા હાથમાં ન આવે ત્યાં સુધી ચૂકવણી કરશો નહીં.તે શ્રેષ્ઠ છે કે તમે ફક્ત શ્રેષ્ઠ વિક્રેતાને મળવાથી ફોન ખરીદો.