• જમીન, હવાઇ અને હવે પાણીના મારફતે પણ દારૂની હેરાફેરીના કિસ્સાઓ સામે આવતા આવનારા સમયમાં દારૂબંધીનું અમલીકરણ પોલીસ માટે વધુ પડકાર બનશે
  • ગતરોજ નસવાડી પોલીસ બંદોબસ્તમાં હતી ત્યાં તો પાણી મારફતે દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી
  • પોલીસ કાર્યવાહીમાં દારૂ સાથે રૂ. 1.56 લાખનો મુદ્દામાલ જપ્તા થયો

WatchGujarat. બોલીવુડની જાણીતી ફિલ્મનો ડાયલોગ છે કે, ગુજરાકની હવા મેં વ્યપાહ હૈ સાહેબ, જો કે હવે આ ડાયલોગ ગુજરાતના પાણીને લાગુ પડે તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં નર્મદા કાંઠે નાવડીના સહારે દારૂની હેરાફરી કરતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેને લઇને એક તબક્કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ગુજરાતમાં કહેવા માટેતો દારૂબંધી છે. પરંતુ તેના અમલીકરણમાં કેવા છીંડા છે તે તો સૌ કોઇ જાણે જ છે. ગતરોજ નસવાડી પોલીસ બંદોબસ્તમાં હતી. દરમિયાન મોગરા પાસે પોલીસ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હાંફેશ્વર ગામેથી નાવડી મારફતે દારૂનો જથ્થો આવતો હાવી બામતી મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. નદી કાંઠે બોટ આવતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી. અને બોટ પર ત્રાટકી હતી. પોલીસ કાર્યવાહીમાં દારૂ સાથે રૂ. 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત થયો હતો.

પોલીસ કાર્યવાહીમાં નાવડીમાં મુકેલી વ્હીસ્કી, બિયર, સહિતનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. તથા આરોપી ફુગરીયાભાઈ ટહકરીયાભાઇ ભીલ (ઉં-55) (રહે- મોગરા ફળિયા, કવાંટ)ની ધરપકડ કરી હતી. જો કે, સમગ્ર મામલે 6 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં દારૂ ઘુસાડવા અને દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવા કિમીયાઓ અજમાવતા હોય છે. જમીન, હવાઇ અને હવે પાણીના મારફતે પણ દારૂની હેરાફેરીના કિસ્સાઓ સામે આવતા આવનારા સમયમાં દારૂબંધીનું અમલીકરણ પોલીસ માટે વધુ પડકાર લઇને આવે તેવું હાલ તબક્કે જોવા મળી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud