નવસારીના શિક્ષકની બાઈક ટોઈંગ કરવાનું ટ્રાફિક પોલીસને ભારે પડ્યું
માહિતી આયોગમાં ફરિયાદ થતાં ટ્રાફિક પોલીસે થૂંકેલું ચાટ્યું..ગેરકાયદે વસૂલેલો દંડ પરત કર્યો
નિયમોનું ધરાર ઉલ્લંઘન કરી ટોઈંગ કરતી વખતનો ફોટો નહિં રજૂ કરી શકેલી સુરત ટ્રાફિક પોલીસ ભેરવાઈ
WatchGujarat.ક્રેઈન દ્વારા ખોટી રીતે બાઈક ટોઈંગ કરી જવાતી હોવાની અનેક વખત ફરિયાદ ઉઠતી હોય છે. જોકે નવસારીના ટ્યુશન શિક્ષકની કારની પાછળ પાર્ક કરેલી બાઈક ટો કરી જનાર સુરત ટ્રાફિક પોલીસ પાસે તે વખતના સીસીટીવી ફૂટેજ કે નો-પાર્કિંગમાં બાઈક હોવાના ફોટો નહિ હોવા બદલ ગુજરાત માહિતી આયોગે સોગંદનામું કરવાનું કહેતાં જ ડરી ગયેલી ટ્રાફિક પોલીસે આ શિક્ષકના એકાઉન્ટમાં દંડની રકમ પરત કરી દીધી હતી.
મિડીયા રિપોર્ટ મુજબ નવસારી વિદ્યાભારતી સ્કુલ પાસે રાધે ક્રિષ્ણા પેલેસમાં રહેતાં રિતેશ ઘનશ્યામ પટેલ ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. ગત બીજી ફેબ્રુઆરી-21માં તેઓ સુરતમાં મિત્ર સાથે સુરતના ભાળ વિસ્તારમાં આવ્યા હતા. એક કારની પાછળ ફૂટપાથ પાસે તેમણે પોતાની બાઈક પાર્ક કરી હતી. સાંજે પરત આવ્યા ત્યારે રોડ ઉપર કાર હોવા છતાં તે તો ત્યાંજ પડી હતી, પરંતુ તેમની બાઈક ટ્રાફિક પોલીસની ક્રેઈન ઉંચકી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ગોડાઉન પર પહોંચતાં ટ્રાફિક પોલીસે તેમની તમામ દલીલને અવગણી નોપાર્કિંગ અને ક્રેઈન ચાર્જ મળી કુલ 650 રૂપિયાની રસિદ ભરાવ્યા બાદ જ તેમને બાઈક પરત કરી હતી.
બીજાં જ દિવસે તેમણે આરટીઆઈ કરી તેમની બાઈક ટોઈંગ કરાઈ તે સમયના સીસીટીવી ફૂટેજ અને તેમજ નો પાર્કિંગમાંથી બાઈક ટો કરતી વખતે નો-પાર્કિંગમાં બાઈક હોય તેવો ફોટો ક્રેઈનના કર્મચારીઓએ ફરજ્યાત પણે પાડવાનો હોઈ તેની માગણી કરી હતી. આ શિક્ષકે માહિતી આયોગમાં ફરિયાદ કરી હતી.
માહિતી આયોગમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા આ જ રટણ કરવામાં આવતાં સીધું જ પોલીસને મજૂરનો મોબાઈલ ખોવાયા હોવાનું અને ત્રણ વાગ્યા પછીના સીસીટીવી ફૂટેજ નહિં હોવાનું સોગંદનામું ફરિયાદને આપવા જણાવતાં જ ટ્રાફિક પોલીસે આ શિક્ષકનો સંપર્ક કરી ગુપચુપ સુરત પોલીસની ક્રેઈન એજન્સી રોનક ટ્રેડર્સના એકાઉન્ટમાંથી 650 રૂપિયા આ શિક્ષકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
આ અંગે વાહન ચાલક રીતેશ પટેલે જણાવ્યુ હતુ કે મારી બાઈક ખોટી રીતે ઉંચકી જવાઈ હતી. ગુજરાત માહિતી આયોગમાં ફરિયાદ કરતાં પોલીસે મને ભલે દંડની રકમ પરત કરી દીધી હોય પરંતુ ખોટી રીતે બાઈક ટોઈંગ કરી જનાર કર્મચારી અને ક્રેઈન સંચાલક ઉપર પણ પગલાં ભરાવવા જોઈએ. આ રીતે કેટલાંય વાહન ચાલકો સાથે અન્યાય કરવામાં આવતો હશે.
- નવસારીના શિક્ષકની બાઈક ટોઈંગ કરવાનું ટ્રાફિક પોલીસને ભારે પડ્યું
- માહિતી આયોગમાં ફરિયાદ થતાં ટ્રાફિક પોલીસે થૂંકેલું ચાટ્યું..ગેરકાયદે વસૂલેલો દંડ પરત કર્યો
- નિયમોનું ધરાર ઉલ્લંઘન કરી ટોઈંગ કરતી વખતનો ફોટો નહિં રજૂ કરી શકેલી સુરત ટ્રાફિક પોલીસ ભેરવાઈ