મરોલી પોલીસમાં ASI, હેડ કોન્સ્ટેબલ અને પાંચ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા
પ્રોહિબિશનની પ્રવૃત્તિ અટકાવવામાં બેદરકારી બદલ સસ્પેન્ડ
સાત પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ભૂકંપ જેવી સ્થિતિ
Watchgujarat.નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિ અટકાવવામાં બેદરકારી બદલ જલાશપોરના મરોણી પોલીસના એક એ.એસ.આઇ, હેડ કોન્સ્ટેબલ અને પાંચ પોલીસ જવાનો મળી એકી સાથે સાત-સાત પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ભૂકંપની સ્થિતિ સર્જાય છે.
મળતી માહિતી મુજબ નવસારી જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ દરિયાઇ માર્ગો, નેશનલ હાઇવે તથા આંતરધોરી માર્ગો ઉપર સતત વોચ, પેટ્રોલીંગ વગેરે પ્રવૃત્તિઓ કરી રહી છે. દરમિયાન પ્રોહિબિશનની પ્રવૃત્તિ અટકાવવામાં બેદરકારી દાખવનાર મરોલી પોલીસનાં સાત પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમા એ.એસ.આઇ.સીતારામભાઇ શંકરભાઇ ભોલે,હેડ કોન્સ્ટેબલ નિકુલપરી બલદેવપરી ગૌસ્વામા તથા પાંચ કોન્સ્ટેબલોમાં અતુલ અશોકકુમારસિંહ ચૌહાણ, ધર્મેન્દ્ર મફતભાઇ,નિતેશ જયેશભાઇ ચૌધરી, શૈલેષકુમાર બહાદુરભાઇ પરમાર અને રમેશ નાગજીભાઇ ચૌધરીનો સમાવેશ થાય છે.બીજી તરફ જિલ્લામાં એકમાત્ર મરોલી પોલીસ સ્ટેશનના સાત-સાત પોલીસ કર્મચારીઓને ફરજ મોકૂફ કરી દેવામાં આવતાં અન્ય પોલીસ મથકોમાં પણ પ્રોહિબિશનની પ્રવૃત્તિને લઇને પોલીસ બેડામાં હલચલ મચી છે.
- મરોલી પોલીસમાં ASI, હેડ કોન્સ્ટેબલ અને પાંચ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા
- પ્રોહિબિશનની પ્રવૃત્તિ અટકાવવામાં બેદરકારી બદલ સસ્પેન્ડ
- સાત પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ભૂકંપ જેવી સ્થિતિ