• પ્રદુષણના નામે કંપનીમાં ગેરકાયદે પ્રવેશી દાબ-દબાણ ઉભું કરાતું હોવાની રાવ
  • RTI હેઠળ માહિતીઓ મેળવી તેનો પોતાના હિત માટે દુરૂપયોગ કરાતો હોવાના આક્ષેપ
  • NCT ના CEO ના કહેવાથી કર્મચારીએ અંકલેશ્વર સિટી પોલીસ મથકે બન્ને પ્રકૃતિ સુરક્ષા પ્રેમીઓ ઉપર અરજી રૂપે ફરિયાદ અને CCTV આપ્યા
  • ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં પ્રદુષણના નામે કેટલાક શખ્સો પૈસા પડાવતા હોવાની પણ રાવ
  • પ્રદુષણ મુદ્દે લડત ચલાવતા હોવાથી ખોટી ફરિયાદ કરાઈ હોવાનો સલીમ પટેલનો બચાવ

WatchGujarat. અંકલેશ્વરની પ્રકૃતિ સુરક્ષા મંડળ સંસ્થાના પ્રમુખ સલીમ પટેલ અને તેમના સાથી હરેશ પરમાર સામે નર્મદા ક્લીન ટેક લિમિટેડ NCT ગુજરાત સરકારની સબસિડરી કંપનીએ સિટી પોલીસ મથકે ફરિયાદ રૂપે અરજી આપી છે. બન્ને વ્યક્તિઓ પ્રદુષણના નામે કંપનીનું નાક દબાવી પોતાનું સ્વહિત સાંધતાં હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે.

અંકલેશ્વરમાં આવેલ એન.સી.ટી.એલ કંપનીના CEO પ્રફુલ પંચાલની સૂચનાથી કર્મચારી રિઝવાન શેખ દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર અવાર નવાર પ્રકૃતિ સુરક્ષા મંડળના પ્રમુખ સલીમ પટેલ RTE એક્ટ હેઠળ અંગત માહિતી માંગે અને તેઓનો દૂર ઉપયોગ ખોટી રીતે દબાણ ઊભું કરી ગેરકાયદેસર રૂપિયા પડાવવા દબાણ કરતાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

પ્રકૃતિ સુરક્ષા મંડળના પ્રમુખ સલીમ પટેલ અને તેઓના સાથીમિત્ર હરેશ પટેલ એન.સી.ટી.એલ કંપનીના ગેટ પાસે આવી કંપનીના પ્લાન્ટમાં ખોટી રીતે પ્રવેશ કરવાની જીદ કરી હોવાના આક્ષેપ કરાયા છે. સાથે સાથે GIDC ની સબસિડરી કંપની નર્મદા ક્લીન ટેક લિમિટેડ NCTL માં પ્રવેશી ગેરવર્તણૂક કરી હોવા અંગે શહેર પોલીસ મથક ખાતે અરજીરૂપી ફરિયાદ કરવામાં આવી છે.

પ્રકૃતિ સુરક્ષા મંડળના બન્ને વ્યક્તિઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ અંકલેશ્વર શહેર પોલીસને કરવામાં આવી છે. તેઓ બંને કંપનીમાં પ્રવેશ કર્યો હોવાના CCTV કેમેરાના ફૂટેજ પણ બહાર આવ્યા છે. શહેર પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો અંકલેશ્વર, દહેજ, પાનોલી, ઝઘડિયા, વિલાયત, સાયખામાં કેટલાક કહેવાતા પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓએ પ્રદુષણ મુદ્દે પોતાની કાયમી દુકાનો ખોલી નાખી છે. જેઓ હમેશા પ્રદુષણ મુદ્દે ધાપ મારી બેસી રહી કંપનીઓ અને ઔદ્યોગિક વસાહતો સાથે GPCB નું નાક દબાવતા રહે છે, ત્યારે હવે ઉદ્યોગપતિઓ અને કંપનીઓ સક્રિય થઈ છે અને પોલીસ ફરિયાદ કરવા આગળ આવી રહી છે. આવા સમયે પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

બીજી તરફ પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ અને તેમના સાથીદાર ઉપર લગાવાયેલા આક્ષેપો તેઓ દ્વારા પ્રદુષણ મુદ્દે થતી કામગીરીમાં અવરોધ ઉભો કરવા કરાઈ હોવાની કેફિયત વ્યક્ત કરાઈ છે. તેઓ પ્રદુષણ મુદ્દે લડી રહ્યા હોય ત્યારે તેમને દબાવવા આ ખોટી ફરિયાદ કરાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud