ઘણા લોકો પિમ્પલ્સ અને એકનેને દૂર કરવા અલગ અલગ ઉપાયો આજમાવતા હોય છે. ખોરાક, હવામાન, હોર્મોન બદલવાના લીધે પિમ્પલ્સ, સામાન્ય વાત છે, ઘણા લોકો પિમ્પલ્સ અને ખીલને ટૂથપેસ્ટ અથવા બેકિંગ સોડાથી ચપટીમાં દૂર કરવાનો પ્રયાસ કરે છે. ભલે તેમાંથી પિમ્પલ્સ દૂર થઇ જાય, પરંતુ તે ત્વચાને ઘણું નુકશાન પણ પહોંચાડે છે. આજે અમે તમને જણાવીશુ કે ટૂથપેસ્ટ અને બેકિંગ સોડા તમારી ત્વચા માટે કેમ નુકશાનકારક છે.

ટુથપેસ્ટ કેમ નુકશાનકારક છે ?

ખરેખર,ટૂથપેસ્ટમાં પેરોક્સાઈડ ,હાઇડ્રોઝન ,આલકોહલ અને બેકિંગ સોડા હોય છે જે ત્વચા માટે સારું નથી.આવી સ્તિથીમાં ટુથપેસ્ટનો ઉપયોગ કરતા પહેલા બે વાર વિચારો.

ચહેરા પર ટૂથપેસ્ટ કેવી રીતે લગાવવું ?

પિમ્પલ્સ માટે હંમેશા સફેદ રંગની ટૂથપેસ્ટનો ઉપયોગ કરો અને ચહેરા પર ક્યારેય રંગીન ટૂથપેસ્ટ ન લગાવો. આ તમારી મુશ્કેલીઓ વધારી શકે છે.

-ટુથપેસ્ટનો ઉપયોગ કરવાના ગેરફાયદા વિશે જાણીલો

ત્વચા ડ્રાય થઇ શકે છે

પિમ્પલ્સ પર ટૂથપેસ્ટ લગાડવું ઠીક છે, પરંતુ તેને ચહેરા પર આજુબાજુ લગાવવાથી ત્વચા ડ્રાય થઇ શકે છે.આવી સ્તિથીમાં જ્યારે પણ આપ ટુથપેસ્ટનો ઉપયોગ કરો છો ત્યારે તેને ફક્ત પિમ્પલ્સ પર જ લગાવો.

ત્વચાની એલેર્જી અને બળતરા

તમે જે ટૂથપેસ્ટને પિમ્પલ્સ માટે વાપરો છો તેમાં ટ્રાઇક્લોસન છે, જે ખીલ પેદા કરતા બેક્ટેરિયાને નષ્ટ કરે છે.જો કે, તે ત્વચા પર એલેર્જીક પ્રતિક્રિયાઓ,ખંજવાળ ,બળતરા પેદા કરી શકે છે.

ડેગ-ધબ્બા થઇ શકે છે

વધારે ટુથપેસ્ટનો ઉપયોગ કરવાથી ત્વચા પર ડાઘના નિશાન પડે છે.તે પિમ્પલ્સને સારા તો કરે છે પરંતુ તેના નિશાન રહી જાય છે.આવી સ્તિથીમાં, તમારા ચહેરા પર ડાઘ પડી જાય છે.

બેકિંગ સોડા ત્વચા ને નુકશાન પહોંચાડે છે

બેકિંગ સોડાનો વધુ ઉપયોગ ત્વચા માટે હાનિકારક પણ છે.તેમાં ફોસ્ફેટનું પ્રમાણ વધુ હોય છે,જે ત્વચાને પહેલા કરતા વધારે વરાધ બનાવે છે.

બેકિંગ સોડાથી થતું ચહેરાને નુકશાન

અતિશય પ્રમાણમાં બેકિંગ સોડા લગાવવાથી ચહેરા પર ડાઘ પડે છે, બેકિંગ સોડા ત્વચાને રફ બનાવે છે,બેકિંગ સોડાથી ચહેરા પર ચકામાં,ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓ થઇ શકે છે.

નોંધ:-કોઈ પણ વસ્તુ ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો, પછી ભલેને તે ઘરેલુ ઉપાય હોય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud